________________
(૩૨૯)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર शंखकुमारनी कथा, .
દેશાવકાશિકત્રત. - દાન વિર્ય રાજા સંતુષ્ટ થઈ બે, હે જગદગુરૂ! હવે દેશાવકાશિક વ્રતને મહિમા તથા તેનું સ્વરૂપ દષ્ટાંત સહિત અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂપાલ! વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમને પ્રાયે જ સક્ષેપ કરવામાં આવે તેને દશાવકાશિકત્રત કહ્યું છે. હવે દરેક ક્ષણે સાવધાન થઈ શુદ્ધતાપૂર્વક જે દેશાવકાશિક વ્રત પાળે છે તે મનુષ્ય શંખની પેઠે સુર, અસુર અને મનુષ્યોને પૂજનીય થાય છે. બહુદલ (સ્થલતા-વિભાગો) વડે મનોહર, તેમજ સુંદર
આકૃતિમાં ગોળાકાર, સુરાલયની સંપત્તિને શંખદષ્ટાંત. અનુસરતી અને મધુર છે નાદ જેને (જેને
વિષે) એવી વિજયઘંટા સમાન વિજ્યાપુરી નામે નગરી છે. તેમાં મદેન્મત્ત ગજેન્દ્રોના દંતાગ્રવડે ચાર સમુદ્રના તટ રૂપી કિલાને ખંડિત કરતે અને સમગ્ર વેરીઓ જેના ચરણમાં લેટે છે એવો વિક્રમ નામે રાજા છે. મહાદેવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા અગ્નિવડે દગ્ધ થયેલા કામદેવરૂપી વૃક્ષની મંજરી સમાન, અને નમ્ર જનેને વિષે બહુ દયાલું મલયમંજરી નામે તેની સ્ત્રી છે. એક બીજા સાથે ગાઢ પ્રીતિવાળાં અને પુત્રની લાલસામાં ગુંચવાયેલાં તેઓને સેંકડો માનતાઓ વડે મહા કષ્ટ એક પુત્ર થયા. મહોત્સવ પૂર્વક તેનું શંખ એવું નામ પાડયું. અનુક્રમે શુકલ પક્ષના ચંદ્ર સમાન તે વૃદ્ધિ પામવા લાગ્યા. ચોગ્ય વયમાં બુદ્ધિના પ્રભાવથી સાંખ્યાદિ સર્વ શાસ્ત્રોમાં