________________
(૨૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. લાવીને રાજ્યાભિષેક કરે. ત્યારબાદ યક્ષે પણ નાગદત્તના કહ્યા પ્રમાણે સર્વ કાર્ય પૂર્ણ કર્યું. રાજ્યાભિષેક થયા બાદ નાગદત્ત રાજાએ સભ્યજન સમક્ષ
નવીન રાજાને શિખામણ આપી કે, નીતિરાજાનેઉપદેશ. પરાયણ થઈ જે સજજનેનું પાલન, દોને
' નિગ્રહ, તેમજ દીન, અનાથ, સાધુ અને વજન વર્ગનું પિષણ કરે છે તે આ લોકમાં યથાર્થ રાજા ગણાય છે. વળી રાજાએ પોતાના એશઆરામથી સંતુષ્ટ ન થવું જોઈએ, તેમજ પ્રમાદ પણ સેવ નહીં, વળી જે રાજાઓની દષ્ટિ સમક્ષ લેકે દુઃખી થાય છે તેઓના જીવિત, લક્ષમી કે રાજ્યવડે શું? અર્થાત્ નિષ્ફલ છે. એ પ્રમાણે નવીન રાજાને ઉપદેશ આપી નગરયક્ષને નાગદત્તે કહ્યું હવે તું જૈન ધર્મનું . આરાધન કર, યક્ષ બેલ્યા હે રાજન ! કૃપા કરી હને તે ધર્મને ઉપદેશ આપે. રાજા છે, દરેક પ્રાણીઓએ જીવ માત્રને આત્મ સમાન માનવા. તેમાં પણ દુ:ખી પ્રાણીઓને વિશેષ કરી સંભાળવા. વળી વિવેકી પુરૂષે આ બાબત વિશેષ જાણવી જોઈએ. ત્યારબાદ રાજાએ તેને દેવ, ધર્મ અને તત્ત્વ સંબંધી ઉપદેશ બહુ વિસ્તાર પૂર્વક આપે. સર્વ ઉપદેશને સ્વીકાર કરી યક્ષ બોલ્યા, હે રાજન ! પૃથ્વીમાં ભુષણ સમાન આપના સરખા મહાપ્રભાવિક પવિત્ર પુરૂષનું માત્ર દર્શન પણ શુભદાયક થાય છે. તેમજ સપુરૂને સમાગમ અને સંભાષણ તે વિશેષ પ્રકારે સુખદાયક થાય તેમાં શું આશ્ચર્ય છે ? પછી નાગદત્ત રાજાએ નાગરિક લેકોને સ્થિર કરી કપદ યક્ષ વિગેરેને વિદાય કર્યા અને પિતે પિતાના કાર્ય માટે આગળ ચાલવાની તૈયારી કરી ત્યારે નગરયક્ષ બેલ્યા, હે સ્વામિન્ ! જેની ઉપર આપની ચઢાઈ છે તે રાજાને હું પોતે જ બાંધી અહીં લાવું છું. માટે આપને