________________
(૨૮)
શ્રીસુપાર્શ્વનાથ.િ વ્રતમાં રહેલા ભવ્યાત્માઓની શત્રુ, મિત્ર, સામાયિકનું તૃણ, મણિ અને સુવર્ણમાં સમાન બુદ્ધિ - લક્ષણ થાય, તે સામાયિક નામે પ્રથમ શિક્ષાત્રત
ન કહેવાય. વળી જે સામાયિક વ્રતમાં ધનાદિક પરિગ્રહ, ઘર, અને સ્ત્રી સહિત હોય, તેમજ દેશવિરત હોય, તે પણ તે મનુષ્ય મુનિની ઉપમાને ધારણ કરે છે. તેમાં વિશેષ અમે શું કહીએ? સામાયિકમાં રહેલા પ્રાણીઓના જેમ જેમ વિશુદ્ધ પરિણામ થાય છે, તેમ તેમ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મ ક્ષીણ થાય છે. વળી માનસરોવર સ્વાભાવિક જેમ વિશુદ્ધ હોય છે, પરંતુ મહિષાદિ (પાડા) વડે તે જેમ ડેલાઈ જાય છે, તેમ સામાયિક વ્રત પણ અતિચારોવડે દૂષિત થાય છે. નાગદત્ત બોલ્યા હે ભગવન! તે અતિચારેનું સ્વરૂપ અમને સંભળાવે. ગુરૂ મહારાજ બોલ્યા, મન, વચન, અને કાયાનું અનવસ્થિતપણું, દુધ્ધન, તેમજ સામાયિક કર્યું કે નથી કર્યું એ પ્રમાણે સંશય કર તે પાંચ અતિચાર કહ્યા છે. આ પ્રમાણે સામાયિકનું યથાર્થ સ્વરૂપ સમજી કુમાર સૂરિ સમક્ષ અષ્ટમી ચતુર્દશીના દિવસે જરૂર મહારે સામાયિક લેવું એમ પ્રતિજ્ઞા કરી ગુરૂ મહારાજને વંદન કરી પિતાને ઘેર ગયે. અને જૈન ધર્મમાં નિમગ્ન થઈ મિત્ર સાથે સમય વ્યતીત કરે છે. અન્યદા મલયકેતુ રાજાની ચાર કન્યાઓ ત્યાં આવી,
ઉત્તમ મુહૂર્તમાં કુમારે તેઓની સાથે લગ્ન મલયતની કર્યું. પછી તે નાગદત્ત પાંચ સ્ત્રીઓ સાથે કન્યાઓ. પાંચ પ્રકારના જોગ અનુભવતું હતું, તેના
પિતાએ પિતાને મરણ સમય નજીક જાણી પિતાના સ્થાને કુમારને સ્થાપન કર્યો. હવે મિત્ર સહિત કુમાર ધર્મમાં પ્રવૃત્ત થઈ સર્વત્ર દેરામાં મંદિર બંધાવે છે.