________________
(૩૬)
શ્રીસુપાશ્વનાથ ત્રિ. અમારે નજીકને ઉપકારી તે તું છે માટે રાજયદાન. આ અર્ધ રાજ્ય અમારા કહ્યા પ્રમાણે તું
ગ્રહણ કર. સહદેવ બે આપનું વચન સત્ય કરો. રાજાએ મહેલ, રથ, ઘોડા અને હાથી વિગેરેને વિભાગ કરી તે સર્વે સહદેવને અર્પણ કર્યું. અને વિમલની ઈચ્છા નહોતી તે પણ તેને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ તેઓએ પતાના માતાપિતાદિક પરિવારને પોતાની પાસે બેલા. બાદ વિમલ પોતે ધર્મ કાર્યમાં દિવસે નિર્ગમન કરી આત્મસાધન કરતે હતે. હવે રાજ્ય, દેશ અને વિષય સુખમાં લુબ્ધ થઈ સહદેવ નિરંકુશપણે મલિન કાર્યોમાં નિષ્ફર થઈ ગયે. અને પોતાના ગામમાં ફાજલ પડેલી જમીનને થડે કર લઈ ખેડાવવા લાગ્યા. તેમજ પાસે ધાડ પડાવી પરરાજ્યનાં ગામડાંઓ લુંટાવે છે. અને કેટલાંક ગામડાં ભાગી નંખાવે છે. વળી પોતાના રાજાને દુષ્ટ ઉપદેશ આપે છે કે આ લેકે બહુ ધનવાનું છે તેથી તેઓને દંડાદિકથી ક્ષીણ કરવા જોઈએ. અને બીજા કરે પણ વધારવા જોઈએ. આ પ્રમાણે સહદેવનું દુષ્ટ ચરિત્ર જોઈ વિમલે તેને એકાંતમાં લાવીને કહ્યું કે હું પોતેજ અનર્થ દંડને નિયમ લીધો છે છતાં તેમાં તું અતિચાર કેમ લગાડે છે? વળી વિશેષમાં એટલું જાણવું જોઈએ કે મનુષ્ય ભવમાં એક તરફ પ્રાણીઓના શરીરને વિકરાળ વાઘણની માફક ઘુઈર શબ્દ કરી જરા રૂપી રાક્ષિણે ક્રોધાયમાન થઈ વળગે છે. ત્યારે બીજી તરફ દારૂણ દુ:ખદાયક વ્યાધિઓ સુંદર દેહમાં ડાકિનીની પેઠે હમેશાં આનંદપૂર્વક નૃત્ય કરે છે. તેમજ ભયંકર મરણરૂપી મહા રાક્ષસ જતા, આવતા, ખાતા, પિતા અને સૂતેલા એવા પ્રાણીઓનું
છલ હમેશાં શોધ્યા કરે છે. વળી ધન, જીવિત અને બંધુઓને 'વિનાશ કરવામાં સમર્થ એવા બીજા પણ ઘણું ઉપદ્રવ પ્રાણી