________________
મને રથનીકથા.
(૧૫૧) વરવાની હારી ઈચ્છા છે? કુમારી બેલી પિતાજી? સુભટ સાથે મહને પરણ. કારણ કે તે બહુ પરાક્રમી છે. તેથી તે બન્નેને મારી નાખે એમાં કંઈ સંદેહ નથી, જોકે હે પ્રથમથી હારા હૃદયમાં તે રથકારને સ્વીકારે છે; પરંતુ પોતાનું ચિંતિત સિદ્ધ થતું નથી. માટે હે પિતાજી? હવે હું તે સુભટને વરીશ. અને રથ કાર તથા નૈમિત્તિકને સમજાવીને કહો કે તેઓ પોતાના સ્થાનમાં જલદી ચાલ્યા જાય. ત્યારબાદ રાજાએ વિશેષ પ્રકારે સત્કાર કરી તે બન્નેને વિદાય કર્યો. અને સુભટને કન્યાદાન આપીને માંડલિક રાજાના સ્થાનમાં સ્થાપન કર્યો. તિલેસમા રાજકુમારીના વિરહને લીધે રથકાર વિલક્ષ થઈ
બહુ દુઃખી થયો. અને વિચાર કરવા લાગ્યો. રથકારચરિત્ર. અહો આ કુમારીએ પોતાનું વચન ન પાળ્યું
| માટે આ ધન, સંપત્તિ, જીવિત, સ્વજન, પરિજન કે વિજ્ઞાનનો પણ આ કુમારી વિના હવે શો ખપ છે? એમ સમજી તે જલદી પર્વતના ઉંચા શિખર ઉપર ગયે અને મરણ માટે પૃપાપાત કરતે હો તેટલામાં ત્યાં ધ્યાનમાં બેઠેલા મુનિ મહારાજ તેના જેવામાં આવ્યા. તેથી વિનયપૂર્વક તેણે મુનિની પાસે જઈ નમસ્કાર કર્યો. મુનિ પણ ધર્મલાભ આપી બેલ્યા છે ભદ્ર? આ નિર્જન વનમાં તું કેમ આવ્યું છે? ત્યારે તે બોલ્યો કે, દુઃખને માર્યો હું મરણ માટે અહીં આવ્યો છું. મુનીંદ્ર બેલ્યા, તહાર સરખાઓએ બાલમરણ કરવું ઉચિત નથી. કારણકે આ પ્રમાણે અકાળ મૃત્યુ કરવાથી કર્મના આધીન થયેલા જીવને ફરીથી પણ બહુવાર આવાં મરણ કરવાં પડે છે. માટે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ તપશ્ચર્યાથી કર્મને તું ક્ષય કર. વળી તે તપશ્ચર્યા મન, વચન અને શરીરની શુદ્ધિવડે સિદ્ધ થાય છે. તેમજ તે શુદ્ધિ સર્વ સંગથી વિરક્ત થયેલા મુનિઓને સારી રીતે પ્રાપ્ત થાય છે.