________________
-
૧૩
વવામાં આવે છે, પિતા સહિત વરૂણ વ્રત અંગીકાર કરે છે. પણ કુટ તોલાદિથી ધનપ્રાપ્તિમાં પડી જાય છે ને ત્રીજા અણુવ્રતના ચોથા અતિચારના દેષ કરે છે ને પિતા વારે છે છતાં માનતો નથી. તેના પિતા તેને ધનશ્રેષ્ટિનું દષ્ટાંત દઇ તેમાં ધનશ્રેષ્ટિનું સત્વયુક્ત ચારિત્ર બતાવે છે. અને કુટવાદીઓને થતાં દુઃખ દર્શાવે છે છતાં વરૂણ ન ડગ્યો.
એક વખતે કોઈ રાજપુરૂષ વરૂણને ત્યાંથી માલ ખરીદે છે ને તે વજનમાં ઓછો થતાં તેનાં કાટલાં–માપ વિગેરે રાજ દરબારમાં મંગાવી તપાસતાં અમાત્ય તેના પિતાની અર્ધી સંપત્તિ હરી લઈ મહા કષ્ટ તેને જીવતો છોડે છે. પણ દ્રઢબંધને પ્રથમ બંધાવાથી જર્જરિત થઈ તેની વેદનાથી અંત સમયે આર્તધ્યાન કરી મરી ભુંડ નિમાં અવતરી અનંત ભવભ્રમણ કરે છે.
હવે ત્રીજા અણુવ્રતે પંચમ તસ્મૃતિરૂપકવ્યક્ષેપોતિચાર ઉપર સાગરચંદ્ર ષ્ટિની કથા ભગવાન કહે છે. સાગરચંદ્ર માલમાં ભેળસેળ કરવાથી વધ બંઘનાદિ દુઃખ વેઠી વ્યંતર થાય છે તથા ગુણચંદ્ર વૃત્ત પ્રતિ પાલનમાં દ્રઢ રહી મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ત્રીજા અશ્વત પર ભગવાને પ્રથક પ્રથક કથાઓ દાનવીર્ય રાજાને સંભળાવી.
હવે પૃષ્ઠ ૫૦ થી ચોથા અણુવ્રતનું સ્વરૂપ પ્રભુ સમજાવે છે ને તે પર મહાસત્વવાન–સ્વદારા સંતોષી વિરકુમારની કથા કહે છે. તેમાં એક મુનીની આસપાસ સસલાં મૃગલાં પાડા ઘોડા હાથી સિંહ વાઘ આદિને પરસ્પર વૈરવાળાં છતાં નિર્ભયપણે ચિત્રભાવે બેઠેલાં જોઈ વીરકુમાર ચક્તિ થાય છે, સાધુઓમાં રહેલી દયાભાવભરી સાત્વિક વૃત્તિ અને તેને પ્રભાવ અહીં સાક્ષાત જણાય છે. ત્યાં કુમાર ઉપદેશ સાંભળી પ્રથમ પ્રથક વૃત ભે છે. ને તેને પરિવાર પણ ઉત્તમ વિચારવાળો થાય તેમાં શી નવાઈ ?
એકદા રાજા પિતાના કુમારની પરીક્ષા માટે “પંચાલ દેશનો અધિકારી વર્ષે દશ લાખ સોનૈયા ઉત્પન્ન કરાવી આપે છે, જ્યારે બીજો પંદર લાખ સોનૈયા ઉત્પન્ન કરાવી આપવા કહે છે તે પ્રથમના અધિકારીને જણાવતાં દશ લાખથી વધુ ઉત્પન્ન પોતે કરાવી શકશે નહીં એમ જણાવે છે તે હવે શું કરવું?” એવો પ્રશ્ન પુછે છે. સૌ રાજકુમારે પંદર લાખ