________________
૩૫
પ્રકાશ સાતમ ધર્માધમ વિને નાળું, વિનાગેન મુખ કુતઃ | મુખાદ્ધિને ન વક્તૃત્વ, તઋાસ્તાર પકથમ ?
ધર્મ અને અધર્મ વિના શરીર નથી, શરીર વિના મુખ નથી અને મુખ વિના વકતૃત્વ નથી. તો પછી ધર્માધર્મ અને શરીરાદિથી રહિત અન્ય દેવ શાસ્તાઉપદેશદાતા કેવી રીતે ઘટે? (૧) અદેહસ્ય જગત્સર્ગો, પ્રવૃત્તિરપિ ચિતા ! ન ચ પ્રોજન કિંચિત, સ્વાતન્યાન્ન પરાજ્ઞયા કેરા
શરીર રહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ઘટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કાંઈ પ્રયોજન નથી અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તાવાનું નથી. (૨) ફીયા ચે...વર્તેત, રાગવાનું સ્માત કુમારવતું ! કૃપયાથ સૃજેત્તહિં, સુખેવ સકલ સૃજે ૫૩
કીડા માટે જે પ્રવર્તે તે બાળકની જેમ રાગવાન કરે, અને જે કૃપાથી બનાવે તે સકલ જગતને સુખી જ બનાવે. (૩) દુ:ખદૌર્ગત્યદુર્યોનિજન્માદિકલેશવિદ્વલમ્ જનું તુ સૃજતસ્તસ્ય, કૃપાલો: કા કૃપાલુતા ? ૫૪.