________________
૨૦૮
(સુખ બીજે શોધીશ માં)
છે આનંદ, આતમ જ્ઞાનમાં, ગુરૂ સમજાવે શાનમાં, ના રહેતે બેભાનમાં સુખ બીજે શેધીશમાં. (૧) નથી સુત વિત્ત દારામાં, ના રહેતે અંધારમાં, સુખ છે તારૂં તારામાં, સુખ બીજે શોધીશમાં. (૨) ન મળે જંતર મંતરમાં, નથી રાજ્યના તંતરમાં અખૂટ ભર્યું છે અંતરમાં, સુખ બીજે શેધીશમાં, (૩) નથી જ્ઞાતિ કે જાતિમાં, કે શ્રીમન્નાઈની ખ્યાતિમાં, ખજાનો આત્મ જ્યોતિમાં, સુખ બીજે શોધીશમાં. (૪) . નથી કે અધિકારમાં, કે ધન કુબેર ભંડારમાં, ફાંફાં મારીશ ને બહારમાં, સુખ બીજે શોધીશમાં. (૫) નહીં વાડા કે સંઘાડામાં, કે મહન્તના અખાડામાં, નથી જંગલ કે પહાડોમાં, સુખ બીજે શોધીશમાં (૬) ફરીશ ના કદી બ્રાન્તિમાં, રહે અંતરની શાંતિમાં, છે આત્મ તત્વની કાન્તિમાં, સુખ બીજે શોધીશમાં. (૭) નથી રાણા કે રાયામાં, કે વિલાસ વૈભવ માયામાં, મળશે સંતની છાયામાં, સુખ બીજે શેધીશમાં. (૮) સંકટ છે સઘળું બાહ્યમાં, સદ્ગુરૂ લેજે સહાયમાં, શ્રદ્ધાથી મન વચન કાયમાં, સુખ બીજે શેધીશમાં. (૯) રહેવું આતમ દયાનમાં, પ્રભુ ભક્તિના તાનમાં, સુખ શાન્તિ તારા જ્ઞાનમાં, સુખ બીજે શોધીશમાં (૧૦)