________________
૧૧૫
વાણીને સારા નરસા પણાને વિચાર કરવામાં તત્પર એવા સજજન પુરુષ મારી ઉપર પ્રસન્ન મનવાળા થાઓ, કેમકે જળ કમળને ઉત્પન્ન કરે છે. પણ તેની સુગંધને તે પવન જ ફેલાવે છે. અથવા આ પ્રાર્થના કરવાની પણ શું જરૂર છે ! કેમકે જે આ (વાણી)માં ગુણ હશે તે તે સજજન પુરુષો પોતે જ વિસ્તારને કરશે અને જે ગુણ નહિ હોય તે યશના વૈરી સમાન તે વિસ્તાર કરવા વડે કરીને પણ શું ? અર્થાતુ કંઈ નહિ. (૨) ત્રિવર્ગ સાધનમાંતરણ, પરિવાયુર્વિફલ નરસ્ય ! તત્રાપિ ધર્મ પ્રવર વદન્તિ,
ન વિના યહ્મવર્થકામ યા ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રણ વર્ગના સાધન વિના માનવનું આયુષ્ય પશુની જેમ નિષ્ફળ છે. તે ત્રણમાં પણ (ભગવંત) ધર્મને શ્રેષ્ઠ કહે છે, છે કારણ કે તે ધર્મ વિના અર્થ અને કામ મેળવી શકાતા નથી, (૩) યં પ્રાપ્ય દુષ્પામિદ નરત્વ,
ધર્મ ન યત્નન કરતિ મૂઢઃ | ફલેશપ્રબંધન સ લબ્ધમબ્ધૌ,
ચિંતામણિ પાતતિ પ્રમાદાતુ મા દુઃખે પ્રાપ્ત થઈ શકે તેવા આ મનુષ્યપણને પામીને જે મૂર્ખ માણસ પ્રયત્ન પૂર્વક ધર્મને કરતા નથી તે