SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિક અતિચાર , ૩૧ ઓનો વિનય–વૈયાવચ્ચ વિગેરે નહિ કરવાથી કે આશાતનાદિ કરવાથી, શિયા=વસતિ (ઉપાશ્રય) ને અંગે પ્રમાજનાદિ નહિ કરવાથી કે સ્ત્રી આદિથી સંસંકેત વસતિમાં રહેવાથી, કાય=પ્રશ્રવણને અંગે (અશુદ્ધ ભૂમિમાં પરઠવવાથી કે જીવાદિથી રહિત શુદ્ધભુમિમાં પણ દષ્ટિપડિલેહણાદિ નહિ કરવા રૂપ) અવિધિ કરવાથી, અને ઉચ્ચાર= પરિષ (હલે) પાઠવવામાં (પ્રશ્રવણની જેમ) અવિધિ કરવાથી, સમિતિ=પાંચ સમિતિનું યથાયોગ્ય પાલ નહિ કરવાથી, ભાવના= અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવનાઓનું ચિંતન વિગેરે નહિ કરવાથી કે અવિધિઓ કરવાથી અને ગુપ્તિ=મનો ગુપ્તિ આદિ ત્રણનું પાલન નહિ કરવાથી કે અવિધિથી કરવાથી. ઉપલક્ષણથી તપ, પાડલેહણ. પ્રતિક્રમણ સ્વાધ્યાય વિગેરે સાધુના દરેક વ્યાપારમાં અવિધિ આદિ કરવાથી લાગેલા અતિચારેને કાઉસગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવા પૂર્વક યાદ કરી ધારી રાખવા અને પછી ગુરૂસમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું. ' પ-દેવસિક અતિચાર મોટા ઠાણે કમાણે ચંકમણે આઉ અણઉત્તે હરિએકાયસંઘકે, બીઅકાયસંઘકે, ત્રસકાયસંઘ, થાવરકાયસંઘઠે, છપાઈઆ સંઘઠે, ઠાણાઓ ઠાણું સંકામિઆ, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રી-તિર્યંચતણું સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સઝાય, સાત વાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણું આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિ, ગોચરી તણ બેંતાલીશ દોષ ઉપજતા ચિંતવ્યા નહિ,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy