________________
ગોચરીના દેષમાં રાજપિંડ.
૨૬૭ લેવાનું કહ્યું છે એ કારણે વિના આહાર લેવાથી કરણાભાવ નામને દેષ લાગે છે.
ઉપર કહેલા કર દેષથી વિશુદ્ધ આહાર પણ વાપરતાં ગ્રાસષણાના આ પાંચ દોષ અવશ્ય ટાળવા, નહિ તે નિર્દોષ પણ આહાર વાપરવા છતાં ચારિત્ર મલિન થાય છે. ઈત્યાદિ આહારના વિષયમાં અનેક વિધ સૂક્ષ્મ વિચારણા કરવી.
ગોચરી આલેચવાને વિધિ. શાસ્ત્રદર્શિત વિધિપૂર્વક આહાર-પાણી આદિ સંયમોપકારક વસ્તુ લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ નિતીતિ નિશીહિ નમો ખમાસમણુણું” બેલવું, ગુરૂ પાસે આવી “મર્થીએણ વંદામિ’ કહી પગ ભૂમિને પ્રમાઈને ગુરૂ સન્મુખ ઉભા રહી ડાબા પગના અંગુઠા ઉપર દાંડો રાખી જમણા હાથમાં મુખવસ્ત્રિકા પકડી ઉભા ઉભા અમારા દઈ ઈરિયાવહિ પડિક્કમવા. કાઉસ્સગ્નમાં લેગસ્સ ઉપરાંત જે કમથી આહારાદિ લીધું હોય તે કમ પૂર્વક લેતાં જે દેષ વિગેરે લાગ્યા હોય તે વિચારીને યાદ કરવા, પછી કાસગ પારીને લેગસ્સ કહીં, યાદ રાખેલા અતિચારે વિગેરે કમશઃ ગુરૂને જણાવવા. પછી “પડિકમામિ ગોઅરચરિઆએ વિગેરે “
તમિચ્છા મિ દુક્કડં સુધી કહી તસ્સ ઉત્તરી. અશ્વત્થ કહી કાઉસ્સગ કરવો તેમાં નીચેની ગાથા ચિંતવીને તે પ્રમાણે ભાવના ભાવવી.
अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मुक्खसाहणहेउस्स, साहु देहस्स धारणा ॥१॥
અર્થ–મેક્ષના સાધન રૂપ સમ્યગૂ દર્શન-જ્ઞાન