________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧–-કાંતતી રૂ કાંતનારી જો જાડું કાંતતી હોય તે તેના હાથે લેવું કલ્પ, કિન્તુ સૂક્ષ્મ તાર કાંતતી હોય તે આંગળીએ થૂક લગાડેલું હેય ઈત્યાદિ દેના કારણે લેવું
૨૦-પીંજતી=રૂ પીંજનારી પણ હાથ વિગેરે ધેયા વિના આપે તે લેવું કપે, પણ શૌચવાદીની હોય અને હાથ વિગેરે ધોઈને આપે તે ન કપે.
એ પ્રમાણે દાયકને અંગે ઉત્સર્ગ અપવાદ સામાન્યથી જાણ, વિશેષ તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રિને ગીતાર્થ જેમ સ્વ-પરને લાભ થાય તેમ વર્તે એમ સર્વ વિષયમાં સમજવું.
૭–ઉન્મિશ્ર=દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વિગેરેથી મિશ્રિત હોય તે ઉન્મિશ્ર કહેવાય, તે લેવું ન કલ્પે.
૮-અપરિણત=પૂર્ણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક અચિત્ત કંઈક સચિત્ત હોય તે અપરિણત જાણવું. તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે, તેના દરેકના પણ દેનાર તથા લેનારની અપેક્ષાએ બે બે ભેદે છે. તેમાં દ્રવ્ય અપરિણત એટલે પૂર્ણ અચિત્ત નહિ થએલું, તે દેનારે આપ્યું ન હોય ત્યાં સુધી દતૃદ્રવ્ય અપરિણત અને સાધુએ લીધા પછી ગહિતૃદ્રવ્ય અપરિણત સમજવું. ભાવઅપરિણત એટલે દેવાની વસ્તુના માલિક બે હોય તેમાં એકને દેવાને ભાવ ન હોય તે દાતૃભાવ અપરિણત અને લેનાર સાધુના સંઘાટક પિકી એકને શુદ્ધ અને બીજાને અશુદ્ધ સમજાતું હોય તે ગ્રહિતૃભાવ અપરિણત સમજવું. એવું