________________
બૃહદ્ યોગ વિધિ
*
તેલશું પચ્યાં ઔષધ ૪ તેલની મલી કાઢે તે વાસી રહી હોય તો નિવિયાતિ સુર્જે ૫, ગુડનાં નિવિયાતાં પાંચ યથા ગુલવાણી (ગલમાંણું) ૧ ખાંડ ૨ સાકર ૩ ગુલપાત્તિ ચાસણી જેણે ખાજાં સુહાળી ખરડીએ તે નિવિયાતું. ૪ અર્ધ ઉકાળ્યો ઈક્ષુરસ તે માળવા મેવાડે કાકબ કહેવાય છે. ૫, પકવાન્નનાં નિવિયાતાં પાંચ યથા જે તાવણીએ ઘી ઘાલી એક પુડલો તાવણી જેવડો ઉતાર્યો તે તાવણીએ નવો ઘી નાંખ્યા વિના જે પુડલા કરે બીજાથી માંડી તે નિવિયાતા (માલપુડા ૧ ત્રણ ઘાંણ ઉતર્યા પછી તે જ ઘીમાં જે ખાજલાદીક કરીએ તે ચોથા ઘાણથી આરંભી સર્વ પકવાન નિવિયાતું જાણવું ૨ ગુલઘાંણી નિવિયાતિ ૩ સુહાલી પ્રમુખ કીધા પછી ધૃતાદિક ખરડી તાવણીએ પાણીશું કીધી લાપશી લહીગટુ તે નિવિયાતું ૪ વ્રતાદિક ખરડી તાવણીએ જે પોતુ દઈને કીધો પુડલો તે પોતકૃત પુડલો નિવિયાતો ૫ એ ત્રીસ નિવિયાતાં જાણવાં, તથા પાણી-ગુડ-ઘી એકઠાં ઉકાલિએ પછે આટો નાખીએ તે નિર્વિકૃતિક લાપશી ૧, ઘી ઉકાળીયે પછી આટો શેકીને પછી ગુડ પાણી નાંખીએ એવં (નિ) વિગઈતિ લાપશી ૨ ઘી ઉકાળી આગથી ઉતારી પછી આટો ગોળ સાથે નાંખી સિજવિયે તે નિવિતિ પાપડી કહીએ ૩ ગુલવાણી પહેલું ઉંનું કરી ઘી લોટ એકઠાં કરી પચાવીએ, તે લગારૂ કહીયે ૪ મુદ્દાૌષધ મોદકાનિ દુહાનિ ? પ્રથમમાજ્યમુષણીકૃત તદનુ ચ વર્ભેરૂત્તાર્ય પશ્ચાલ્લોટઃ પ્રક્ષિપ્યતે તદા નિર્વિકૃતિકાનિ, યદિ પુનરપિ વો ચટાપ્યતે તદા વિકૃતિરેવ ભવતિ, પ્રથમ દિવસે સર્વાણિ ધૃતવિકૃતિરેવ ભવતિ, ઈતિ ત્રીશ નિવિયાતાં, લાપશી, પાપડી વિગેરે.
....
૬ (૧૫૦)