________________
બૃહદ્ યોગ વિષિ
૧૩. મોટો રાજા મરે અને બીજો રાજા ગાદીએ ન આવે ત્યાં સુધી
અસજ્ઝાય.
૧૪. મનુષ્યનું મૃતક ૧૦૦ હાથની અંદર તથા તિર્યંચનું મૃતક ૬૦ હાથમાં હોય ત્યાં સુધી અસજ્ઝાય.
૧૫. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય મૃતકની અસજ્ઝાય એક રાજમાર્ગે (જ્યાં બન્ને બાજી થઈને વાહનો જતાં આવતાં હોય તે) તથા અંતરિત હોય એટલે રાજ માર્ગની બીજી બાજુ હોય અથવા ત્રણ નાની શેરીથી અંતરિત હોય, અથવા સિમાડા બહાર હોય તો ૬૦થી ૧૦૦ની અંદર હોવા છતાં પણ અસજ્ઝાય લાગતી નથી.
૧૬. બિલાડી જીવતો ઉંદર લઈ જાય તેની અસજ્ઝાય નહિ પણ રૂધિર પડતો લઈ જાય તો અસજ્ઝાય. હિંસક પશુના વમનની અસજ્ઝાય નહિ.
૧૭. રાત્રિમાં ચંદ્રગ્રહણ થયું અને રાત્રિમાં પુરૂં થયું ત્યારથી રાત્રિ પુરી થાય ત્યાં સુધી અસજ્ઝાય.
૧૮. દિવસે સૂર્યગ્રહણ થયું ત્યારથી બીજા દિવસના સૂર્યોદય સુધી
અસજ્ઝાય.
૧૯. ઉદયકાલે ચંદ્રગ્રહણ થયું અને ગ્રસિત જ ચંદ્ર અસ્ત થયો તો તે રાત્રિના ચાર પ્રહર અને બીજા અહોરાત્રિના આઠ પ્રહર એમ બાર પ્રહર અસજ્ઝાય. અથવા ઉત્પાત એટલે રૂધિર માંસાદિથી વર્ષાદથી આખી રાત્રિ ગ્રહણ રહ્યું હોય અને ગ્રહણસહિત અસ્ત
૩૧ (૧૦૮) D