________________
[ ૭૩ ] નિવારણ કરવા આ ધર્મરૂપી જુદાં જુદાં અનુપાને (ઔષધ) પ્રયોગો જણાવ્યા છે, તેથી કંટાળીને વિમુખ ન થતાં, સંપૂર્ણ આત્મવીર્ય ફેરવવું, જેથી સહેજે શિવસંપદા પામીશું. મિષ્ટાન્ન વગેરેના સંબંધમાં વિશેષ જાણવા છેલ્લે પરિશિષ્ટમાં જુએ.
૧૪. ચવાણું-સેવ, ગાંઠીયા, બુંદી, દાળ, ચેવડે વિગેરે ફરસાણ ચવાણને કાળ મિઠાઈ જેટલા જાણ અને વર્ણ બંધ રસ સ્પર્શ કરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવું. ભજીયાં, કચેરી, ચાપૂરી, માલપુઆ, વિગેરે નરમ વસ્તુઓ બીજે દિવસે વાશી થાય છે.
૧૫. ચુરમાના લાડુ-મૂઠી તળીને બનાવ્યા ન હોય તે બીજે દિવસ વાશી થાય, પરંતુ સારી રીતે તળેલા ઉત્તમ મૂઠીયા બનાવ્યા હોય તે બીજે ત્રીજે દિવસે ખાવામાં બાધ નથી.ખસખસ ચુરમાના લાડુ તેમજ કેટલીક મિઠાઈમાં છાંટે છે તે વાપરવા યુક્ત નથી. વિરતિવતે તે ખાસ ખ્યાલ રાખે. આકરા તાપથી તળેલા અંદર કાચા રહે, અને ઉપર લાલ જલ્દી થઈ જાય તે વાશીને સંભવ થાય. માટે ધીમ! મધુરા તાપથી મૂઠીયાં તળવાં જોઈએ.
૧ બુંદી નરમ તળેલ હય, તે તે વાશી થાય. ૨ રાત્રે પલાળેલી દાળ વાશી થાય, માટે વાપરવી નહિ. ૩ ઘી, તથા તેલ બોરૂં થાય તે અભય કહેલ છે. તે તેવા ઘી તેલની મીઠાઈ પણ અભક્ષ્ય જાણવી.'
+ ખસખસ અભક્ષ્ય છે, માટે કંદોઈની દુકાનેથી મીઠાઇ લેનારે તેને નિર્ણય કર્યા વિના વિશ્વાસ રાખવો નહિ. અ. અ. વિ. ૧૦