________________
[૪૬] તથા એ દ્વિદળની ફળીઓ, લીલા સુકા પાંદડા, ભાજી તેના આટા, દાળ, તેની બનાવટો, વિગેરે પણ દ્વિદળ ગણાય છે. જેમકે -કઠેળ માત્રના પાંદડાની ભાજીઃ વાલોળઃ ચોળાફળી તુવેર મગઃ વટાણુની ફળીઃ લીલા ચણઃ પાંદડીનું શાકઃ તેની સુકવણી:સંભારા: અથાણુઃ દાળઃ કળી: સેવઃ ગાંઠીયાઃ પૂરી: પાપડઃ બુદીઃ વડી: ને પણ ભક્ષ્યાભઢ્ય વિવેકમાં દ્વિદળ ગણવા.
ઉપર લખેલી બધી હકીકત લાગુ પડતી હોય, છતાં જેમાંથી તેલ નીકળે, તે તે દ્વિદળ ન ગણાય, જેમકે-રાઇઃ સરસવ તલઃ
મેથી નાંખેલ અથાણ વિગેરે જે દ્વિદળ ગણવી.
ઉપરની હકીકત લાગુ પડતી હોય, છતાં જાતે ઝાડના ફળરૂપ હય, તો તે દ્વિદલ ન ગણાય. જેમકે-સાંગરી. ઉપરની દરેક હકીક્ત લાગુ પડતી હોય, છતાં બે ફાડ ન થતી હોય, તે દ્વિદળ ન ગણાય. જેમકે બાજરીઃ જુવાર [તેમાં તેલ પણ નથી હોતું.] વિગેરે,
કાચા ગેસ દુધ, દહીં, છાશની સાથે દ્વિદનો સંગ થતાં જ તેમાં દ્વીન્દ્રિય જીવ ઉત્પન્ન થઈ જાય છે. માટે તે અભક્ષ્ય થઈ જાય છે.
પરંતુ, ખૂબ ગરમ (ત્રણ ઉભરાથી) કરી અથવા ગરમ કર્યા પછી ઠંડા થયા પછી દ્વિદળ ચીજ તેની સાથે મેળવાય, તે દેષ લાગે નહિ.
આ બાબતનો શ્રાવકોના ઘરમાં ખાસ વિવેક રહેવો જોઈએ દ્વિદળવાળી ચીજ ખાધા પછી પાણી પીવું જોઈએ, અને