________________
કારણ કે-આ જીવે અનંતીવાર દરેક ચીજો ખાઈને વમન કર્યું તે પણ તૃષ્ણ જતી નથી. તે આશ્ચર્ય જ છે ! અણહારીપણું પામ્યા સિવાય કોઈ મોક્ષ ગયા નથી, જતા નથી, ને જશે પણ નહિ. તે ક્રમે ક્રમે આવી તુચ્છ અભક્ષ્ય વસ્તુ પરથી મમત્વ ભાવ ઉઠાડ, કે જેથી સદાને માટે અણુહારીપદ પ્રાપ્ત થાય. [અથાણઃ મુરલ વિગેરે સંધાન-સોડ રૂ૫ સડા રૂપ પદાર્થો છે. આવી રીતે લાંબે વખત રાખી મુકાતા પદાર્થો વિષે ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે, છતાં તેમાં જીત્યત્તિને સંભવ માનીને ઘણા ભાઈઓ આવી ચીજોને કાયમ ત્યાગ પણ રાખે છે] મુરબ્બાની ચાસણી મળી રાખવામાં આવે છે. જેને મુરબે હૈય; તે લીલા ફળને રસ તેમાં ઉમેરાય છે. આ સ્થિતિમાં તેમાં કચાશ કેમ ન રહે? તે વિચારણીય છે. સંધાન કેમ નથી?
૧૭ ઘોલાવડા-ઘેલવડા એટલે દ્વિદળ-વિદળ અને ગેરસની મેળવણું થયેલી કોઈ પણ ચીજ. તે-અભક્ષ્ય ગણાય છે
દ્વિદળ-વિદળ-એટલે સામાન્ય રીતે જેને આપણે કોળ ધાન્ય કહીએ, તે દરેક લેવા. .
દ્વિદળની સામાન્ય રીતે વ્યાખ્યા એ બાંધવામાં આવી છે, કે
જેમાં તેલ ન નીકળે, છતાં બે સરખી ફાડ થઈને દાળ થાય, અને તે ઝાડના ફળરૂપ ન હોવું જોઈએ. તે દ્વિદળ ગણાય,
ચણા મગ મઠઃ અડદઃ તુવેરઃ વાલઃ ચેળાઃ કળથી: વટાણાઃ લાંગર મેથીઃ મસૂરક લીલવા વિગેરે