________________
[ ૩૪ ] વમન કરાવે, કરોળીયે કુષ્ઠ રોગ કરે, અરૂરી પ્રમુખ કાંટા તથા કાષ્ટ કે કાચના ટુકડા તાળવું ચીરી નાંખે છે. વડાં વગેરે કે તેના જેવા-રૂપવાળા શાકભાજીમાં વીંછી આવી જાય, તે તાળવું વીંધે. અને વાળ આવે, તે ગળામાં
જેવા જીવડા ઉપજે. અને સર્પાદિની લાળ પડેલ હોય, તો મોત નીપજે છે. ઉંદર વગેરેની લીંડીથી મૂત્ર મહાવ્યાધિ થાય છે. તેમજ વ્યંતર પણ છળે છે. •
તેજ નિશીય સૂત્રના ભાષ્યમાં લખ્યું છે કે-જે રાત્રે ફાસુ ચીજ (તૈયાર–લાડુ, ખજુર, દ્રાક્ષાદિ) ખાય, તો પણ તેનાથી દીવો કે ચંદ્રને પ્રકાશ છતાં કુંથું તથા પચવણિ (તે તે ચીજના રંગવાળી) લીલ, ફુગી, વિગેરેની વિરાધના થાય, માટે અનાચણીય મૂળ વતન વિરાધક થાય.”
કદ પુરાણમાં–“રાત્રે પાણીને લેહી જેવું તથા અનાજને માંસના કવળ જેવું કહ્યું છે.
રૂઠે કપાળ મોચના સૂત્રમાં “રાત્રે ન ખાય, તેને તીર્થ– યાત્રાનું ફળ કહેલું છે તથા દાન, સ્નાન, શ્રાદ્ધ, પૂજ, આહુતિ અને ભજન એટલા વાના રાત્રે ન કરવા.”
આયુર્વેદમાં “હદય અને નાભિ કમળ રાત્રે મીંચાઈ જાય છે. તેથી તેમાં કઈ (ચાર પ્રકારે) આહાર ન કરવો” એમ કહેલું છે.
યોગશાસ્ત્રમાં “સાંજે તથા સવારે બે બે ઘડી સુર્ય છતાં રાત્રિ તરીકે ખાન પાન તજવું મહાપુન્ય થવાનું” કહ્યું છે.
૨. રાત્રે જમવા સાથે જે પાણી ભરેલી થાળી જેડે મૂકશે, તો તેમાં જેટલા જતુ પડેલા જુઓ-જાણે તેટલાને માંસાહાર થતો જાણ રાત્રિભોજન વર્જવું. ,