________________
[ ૩૨ ] રાત્રિભૂજન કરનારા પરભવે ઉલક, કાગ, ગીધ, ભૂંડ વીછી, ઘો, બિલાડી, ઉંદર, સર્પ વાગોળ, ચામાચીડીયા વિગેરેના ભવ પામે છે, મહાદુઃખી થાય છે, અને તેને ધર્મ પામ વ્રત પચ્ચક્ખાણ નથી હોતા. તેથી તેઓ પાછલા ભવની કમાણી ભોગવીને, પછી પ્રાયઃ ખાલી હાથે પરભવ જનારા હોય છે. તથા નરકગતિમાં છેવો એકલું દુઃખ જ ભોગવે છે. તેમજ તેઓ દિવસ કે રાત્રિને જોતા નથી, તેથી વ્રત-નિયમનું ત્યાં પાલન કે શુભકરણી કરી પુણ્ય રળવાનું હોતું નથી. અને તિર્યંચગતિમાં પશુપણું સર્વ વિવેકહીને (માતાપુત્રની વ્યવસ્થા રહિત) હોવાથી દિવસનું કે રાત્રિનું ભાન નથી. ખાવું પીવું પ્રાયઃ પરાધીન હોય છે. ફક્ત મનુષ્યગતિમાં જેઓને સાચાં શાસ્ત્રને ભરે છે, અને ત્યાગ સેવે છે, તે પૈકીના ભવ્ય રાત્રિજનના પારાવાર દોષને સમજે છે. મનુષ્યનું જ કત વ્ય કરે, ત્યાગ એટલે દાન અર્થાત્ અભયદાન કરે કે જેનું ફળ શિવમોક્ષ છે, તે તમે મેળો. અઢાર પાપસ્થાનકમાં પહેલું પ્રાણિવધ તજવાનું છે. પછી બીજા તજાય છે. અથવા તો પહેલું પ્રાણાતિપાત વિરમણવ્રત પાળવાને અર્થે તે બીજ વ્રતે પ્રથમ વ્રતની સંભાળ માટે ક્ષેત્રની વાડરૂપે જરૂરનાં છે. ત્યારે કોઈ પ્રાણીને ઘાત આપણે નિમિતે થવા ન દેવો, એવું વર્તન રાખવાની ખાતર “ રાત્રિભોજન” ને ચાર પ્રકારે ત્યાગ સર્વજ્ઞ, સર્વદર્શિ પ્રભુઓએ પર ૫કાર અર્થે અનેક શાસ્ત્રોદ્વારા ફરમાવ્યો છે. અને સાધુ મુનિ મહારાજાઓને રાત્રિભોજનને સર્વથા ત્યાગ હોય છે. એટલે જ પાંચ મહાવ્રત સાથે તેને છઠ્ઠી વ્રત તરીકે પાળવાને સૂચવાયો છે.
બીજા જીવોને પણ મનુષ્યોની જેમ કાન, આંખ, નાક, મોટું વગેરે હોય છે. પરંતુ વિવેકથી સદ્વર્તન રૂપ ધર્મ વધે છે, પણ અનાદિકાળથી “ખાઉં ખાઉં” કરતો આવેલે જીવ તૃષ્ણ છેડે નહિ, ત્યાં સુધી સંતોષનું સુખ મેળવી શકતો નથી.