________________
[ ૧૦૦ ] ૪૬. તિથિને દિવસે દળવું, ખાંડવું, ભરડવું, દેવું, માથું ગુંથવું, નહાવું, છાણ લેવા જવું, ગાર કરવી વિગેરે કરવું કરાવવું અનુમેદવું નહિ.
૪૭. તથા ત્રણ ચોમાસાની, બે આંબેલની ઓળીની તથા શ્રી પર્યુષણ પર્વની, એમ છ અ૬ઈમાં ઉપર મુજબના કેઈ પણ આરંભ ત્રિગે (મન, વચન, કાયાએ ) કરવા નહિ.
૪૮. મિથ્યાત્વિ લૌકિક પર્વ જેમકે દિવાસે, રક્ષાબંધન, શ્રાદ્ધ, નેરતાં, હતાશની, સંક્રાંત, ગણેશચોથ, નાગ પાંચમ, રાંધણછઠ, શીલસાતમ (વાશી ખાવું) કળ આઠમ નેલી નવમી, અહવાદશમી, ભીમ અગીઆરસી, ધનતેરશી, અનંત ચૌદશ, અમાવસ્યા, સોમવતી અમાસ, બુદ્ધાષ્ટમી, દશેરાં તાબૂત, બકરી ઈદ, રિંટીયાબારશ, રાષ્ટ્રીયસપ્તાહ, જયંતીઓ, રવિવારે, નાતાલ વિગેરે પ મિથ્યાત્વના હેતુ તથા આત્માને અનર્થકારક છે, તેથી તેને ત્યાગ કરે. - ૪૯ આપણે દુધપાક, બાસુદી, લાડુ વગેરે કરીને ખાવાના કયાં બીજા દિવસે નથી કે તે જ દિવસે ખાવું ને ઉત્તેજન આપવું આવા મિથ્યા આચરણને ત્યાગ કરી, આપણે આચાર જાણવા પાળવા ઉજમાળ થાઓ ! ધન્ય છે સુલસા શ્રાવિકાને કે જેનું સમ્યકત્વ અત્યંતદૃઢ હતું, તેથી તે શ્રાવિકા આવતી ચોવીસીમાં આ ભરત ક્ષેત્રમાં પંદરમા શ્રી નિર્મમ નામના તીર્થંકર થશે.
૫૦. વહેલા ઉઠવાની ટેવ રાખે. •
૫૧. વહેલા ઉઠી પ્રતિક્રમણાદિક કરી દેવદર્શન, ગુરુવંદન તથા સ્નાન-પૂજા કરી, ઘરના કામમાં પરેવાવું.