________________
સાધુ-સાવીના કલમને વિધિ
(૩૨૫
ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી. એમ મૃતકના પડખે મૂકવાની વસ્તુઓ મૂકી તેની ઉપર મજબૂત કપડાં ઓઢાડ અને એ કપડાથી સાધુને મસ્તક સિવાયનું અને સાધ્વીને મુખ સિવાયનું સર્વ અંગ સારી રીતે ઢાંકવું. તેના ઉપર જરિયાન વસ્ત્ર ઓઢાડી મૃતકને નનામી સાથે સારી રીતે બાંધવું. પછી તેની ઉપર વાસક્ષેપ કરી પૂજન કરવું.
એ રીતે નનામી શણગારીને સારા મુહૂર્તે તેને ઉપાડીને લઈ જતાં પહેલાં પગ આગળ અને માથું પાછળ રહે તેમ ઉપાડવું. નગર બહાર ગયા પછી પગ નગર તરફ અને માથું જંગલ તરફ ફેરવી દેવું. મૃતકને લઈ જતાં શોકપૂર્ણ હૃદયે, મહોત્સવપૂર્વક, વાજિંત્રોના નાદ સહિત લઈ જવું. ત્રાંબા વગેરેના હાંડામાં અગ્નિ લઈ એક શ્રાવકે આગળ ચાલવું. મૃતકની આગળ શ્રાવકોએ સેનાનાં પુષ્પો, સેના-રૂપા નાણું, બદામ, ચોખા વગેરે ઉછાળતાં ચાલવું અને રડવું નહિ, પણ “જય જય નંદા, જય જય ભદ્દાની ઘોષણા કરતાં સર્વ શ્રાવકોએ સમુદાય સહિત ધીમે ધીમે જયણાથી ચાલવું. અર્થાત્ શાસનની પ્રભાવના થાય તે રીતે નનામી. કે માંડવીને શુદ્ધ ખેતર વગેરે જીવ રહિત ભૂમિમાં લઈ જવી. અગ્નિસંસ્કારના સ્થાનની ભૂમિને પ્રથમ પ્રમાજીને ચંદન વગેરેનાં ઉત્તમ કાછોથી તેનો અગ્નિસંસ્કાર કરવા. સંપૂર્ણ રાખ થયા પછી તે રાખને જળાશય (નદી) વગેરે યેગ્ય સ્થળે પરઠવવી કે જેથી આશાતના ન થાય. પછી શ્રાવકરમે સ્નાનથી પવિત્ર થઈ, ઉપાશ્રયે આવી, સમુદાય સાથે,