________________
બાર ભાવનાઓ
૩૦૭
અને ભિન્ન ભિન્ન શરીરરૂપે અનંતાનંત રૂપી પુદગલોનો તેને આશ્રય લેવો પડ્યો છે, એ વગેરે વિચારવું.
૧૧. ધમની સુંદરતા-આ જગતમાં આત્માના અંતરંગ શત્રુને નાશ કરી ચૂકેલા શ્રી જિનેશ્વરદેએ જગતના હિત માટે ઉપદેશ દ્વારા “જૈનધમ” નામનો મહાન ધર્મ એવો પ્રસિદ્ધ કર્યો છે કે જે કોઈ આમા એને પોતાને બનાવે છે-ચિત્તમાં ધારણ કરે છે–તેને તે આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી શીધ્ર પાર ઉતારી દે છે.
૧૨. બધિની દુલભતા-જન્મ-મરણ કરતાં કંઈ વાર જીવને મનુષ્યપણું, કર્મભૂ મિરૂપ આર્યક્ષેત્ર, આર્ય (ઉત્તમ) કુળ, સુંદર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિની પૂર્ણતા અને પટુતા વગેરે એક એકથી દુર્લભ સામગ્રી મળી જવા છતાં ધર્મશ્રવણની ઈચ્છા થતી નથી અને તે થાય તે ધર્મોપદેશકનો યોગ થતો નથી, તે યોગ થાય તે પણ તેઓના વચન પ્રત્યેને વિશ્વાસ-સમકિત તો અતિ દુર્લભ છે.
એમ છતાં કર્મનું જેર મંદ પડતાં, ભવિતવ્યતા અને કાળને પરિપાક થતાં, કદાચ સમકિત પણ પ્રગટે, તે પણ જડને મોહ-રાગ અને ઉન્માર્ગમાં ફસાઈ ગયેલા જીવને સંપત્તિઓ, પાંચે ઈન્દ્રિયોના વિષયોને રસ અને સુખશીલિયાપણું-એ ત્રણના મોહરૂપ ત્રણ ગારોના લીધે વિરતિ -જડની સેવાનો રાગ તજ-અતિ દુર્લભતર છે.
કદાચ વિરતિરૂપ ધર્મરત્ન પણ મળી જાય, તોપણ