________________
૨૯૮
શ્રી શ્રમણાક્રયાનાં સૂત્રો-સાથ ચેથી અસત્યાઅમૃષા (વ્યવહાર) ભાષાના બાર ઉત્તરભેદે આ પ્રમાણે છે: ૧. આમત્રણ–આમત્રણ અર્થે
હે દેવદત્ત ! ઈત્યાદિ બેલિવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રણેથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, માટે મિશ્ર પણ નથી, તેથી તેને “અસત્યા-અમૃષા”(વ્યવહારભાષા) સમજવી. ૨. આજ્ઞાપની-આજ્ઞાવચન, જેમ કે “આમ કરઈત્યાદિ. ૩. યાચની
અમુક આપ” ઈત્યાદિ યાચના-વચન. ૪. પ્રચ્છની-અજાણ પણથી કે સંશયથી જાણનારને “આ શું છે? –ઇત્યાદિ પૂછવું તે. ૫. પ્રજ્ઞાપની-શિષ્યાદિને ઉપદેશ દે, જેમ કે ‘હિંસા નહિ કરવાથી આયુષ્ય દીર્ઘ થાય છે” વગેરે બોલવું તે. ૬. પ્રત્યાખ્યાની-વાચકને નિષેધ કરે વગેરે નકારવચન. ૭. ઈચ્છાનુવતિની-પૂછનારની ઈરછાને અનુસરતે જવાબ આપે વગેરે. ૮. અનભિગ્રહીતા-કઈ એક નિર્ણય વિનાનું વચન, જેમ કે કઈ પૂછે “અત્યારે શું કરું?” તેના જવાબમાં “જે જણાય તે કરે” વગેરે. ૯. અભિગૃહીતા-નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦. સંશયકરણ-અનેક અર્થો સમજાય તે શબ્દ બેલી સામાને સંશય ઉપજાવે તે. ૧૧. વ્યાકૃતાસ્પષ્ટાર્થ વચન, અને ૧૨. અવ્યાકૃતા-ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટ અક્ષરવાળું વચન.
એમ ચાર ભાષાના ઉત્તર ભેદે કરે છે, તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી અને છેલ્લી ભાષાઓ બોલવી, અસત્ય અને મિશ્રને ત્યાગ કરે.