________________
૨૭૦
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ૨. ક્ષેત્રાભિગ્રહ–અમુક સ્થાનિક ગામ કે બીજા ગામ વગેરેમાંથી, અમુક ક્ષેત્રમાંથી કે અમુક ઘરમાંથી મળે તે સિવાયનું નહિ લેવું, એ ક્ષેત્રને અંગે નિશ્ચય કરે તે ક્ષેત્રઅભિગ્રહ. એને અંગે સામાન્યતઃ શાસ્ત્રમાં આઠ ગેચર ભૂમિઓ કહી છેઃ ૧. ગજવી-ઉપાશ્રયથી એક જ સીધી લાઈનમાં રહેલાં ઘરોમાં કમશઃ ગેચરી માટે ફરવું; આહાર પૂર્ણ ન થાય તે પણ બીજી લાઈનમાં નહિ ફરવું તે. ૨. ગત્વા પ્રત્યાગતિ-ઉપાશ્રયથી નીકળી એક પંક્તિમાં રહેલાં ઘરમાં ફરી પાછા ફરતાં તેની સામેની બીજી પંક્તિના છેલ્લા ઘરથી આરંભી બીજી પંક્તિ પૂર્ણ કરવી, આહાર પૂર્ણ ન થાય કે બિલકુલ ન મળે તે પણ બે લાઈન સિવાય અન્યત્ર નહિ ફરવું તે. ૩. ગેમૂત્રિકા-સામસામી બે પંક્તિઓનાં ઘરમાંથી કમશઃ એક એક ઘરમાંથી આહાર લેતાં બે પંક્તિ પૂર્ણ કરવી, એ સિવાયના ઘરમાં નહિ ફરવું તે. ૪. પતંગવિાથ-અનિયત કમે છૂટાં છૂટાં ગમે તે અમુક ઘરમાં ફરવું તે. ૫. પેટા-ગામને ચાર ખુણાવાળું કલ્પીને વચ્ચેનાં ઘરેને છોડી ચારે દિશામાં રહેલાં પંક્તિબદ્ધ ઘરમાં જ ફરવું તે. ૬. અપેટા-એ પેટારૂપે કલ્પલાં ચારે દિશાના ઘરે પૈકી અડધાં-કઈ બે દિશાની પાસે પાસેની બે પંક્તિઓમાં રહેલાં-ઘરમાં જ કરવું તે. ૭. અંત:શખૂકા-ગામના મધ્ય ભાગમાંથી પ્રારંભીને શંખનાં આવર્તાની જેમ ગોળ પક્તિએ ફરતાં ફરતાં ગામને છેડે રહેલા ઘરમાં સમાપ્તિ કરવી તે. ૮. બહિર શખૂકા