________________
કરણસિત્તરીમાં ઇંદ્રિયનિષેધ
૨૬૭
એમાં આ રીતે વિશેષતા સમજવી? ચેથા વ્રતમાં બ્રહ્મચર્ય કહેવા છતાં નવ બ્રહ્મગુપ્તિ જુદી કહી તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન નિરપવાદ કરવાનું સૂચવવા માટે છે. મહાવ્રત ચારિત્રરૂ૫ છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે છેદ, વગેરે ચાર ચારિત્રોના સંગ્રહ માટે સમજવું, અને મહા
તેથી પાંચ ચારિત્ર પૈકી એક સામાયિક ચારિત્ર સમજવું. તથા યતિધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ કહ્યાં તે મોક્ષમાં સંયમ અને તપની પ્રાધાન્યતા સમજવા માટે ભિન્ન. કહ્યા છે. સંયમથી ન કર્મબંધ અટકે અને તપથી જૂનાંની નિર્જરા થાય, એમ મોક્ષમાં બેની પ્રધાનતા સ્પષ્ટ છે. તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં તે સ્વ-પર-ઉપકારક હોવાથી બીજા તપથી વિશેષતા જણાવવા જુદી કહી. તથા યતિધર્મમાં કોધાદિના અભાવરૂપ ક્ષમાદિ કહેવા છતાં કોધાદિને નિગ્રહ જુદો કહ્યો, તે ઉદયમાં વર્તતા ક્રોધાદિને નિષ્ફળ કરવારૂપ સમજ. અને ક્ષમાદિ ક્રોધ વગેરેના અનુદયરૂપ સમજવા અથવા ક્ષમાદિ ચાર ઉપાદેયરૂપે અને ક્રોધાદિ, ચાર હેયરૂપે ભિન્ન સમજવાં.
આ પ્રમાણે ચરણસિત્તરરૂપ મૂળ ગુણનું સ્વરૂપ કહ્યું, હવે કરણસિત્તરારૂપ ઉત્તર ગુણનું સ્વરૂપ કહીએ છીએ –
કરણસિત્તરી पिंडविसोही समिई, भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहणगुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥१॥
૨
પ.