________________
ચરણસિત્તરીમાં મહાવ્રતો
૨૫૩
પ્રકારના પ્રમાદથી ત્રસ અને સ્થાવર અથવા સૂક્ષમ અને બાદર કઈ પણ (સર્વ પ્રકારના) જીના પાંચ ઈન્દ્રિઓ, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્યરૂપ (જેને જેટલા હેય તેટલા) પ્રાણોને વિનાશ કરવારૂપ હિંસાને સર્વ (વિવિધ ત્રિવિધ) પ્રકારે જાવજજીવ સુધી ત્યાગ (હિંસા નહિ કરવાનો નિશ્ચય) કરે તેને પહેલું અહિંસાવ્રત કહેલું છે. સર્વ વ્રતનું યેય અહિંસા હોવાથી અને શાસ્ત્રમાં એને નંબર પહેલો હેવાથી તે પહેલું મહાવ્રત સમજવું.* | * પાંચ મહાવ્રતે, અહિંસા મહાવ્રત કે જે પરમધર્મરૂપ છે,. તેની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ છે; બીજાં વ્રતોના સહકારથી એક વ્રતઉપકાર કરે છે એટલું જ નહિ, hહેલા અહિંસાવ્રતની સિદ્ધિ બાકીનાં વ્રત વિના થતી નથી, એમ કહેવા છતાં દરેક વ્રત સ્વતંત્ર ઉપકારક છે, માટે દરેકનું મહાવ્રતપણું સ્વતંત્ર છે. જેમ કે, હિંસા, જીવમાત્રનું અનિષ્ટ છે, માટે તેને અટકાવવા પહેલું વ્રત ઉપકારક છે. અસત્ય,. વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી ખોટું સ્વરૂપ જાહેર કરે છે, તેને અટકાવવા સત્યવ્રત ઉપકારી છે. નીતિ કે જે વાસ્તવમાં આત્મસ્વરૂપ. છે, સર્વ સુખની પ્રાપ્તિને અમોઘ ઉપાય છે, તેને નાશ કરનાર તેય છે, તેને અટકાવવા અસ્તેય વ્રત ઉપકારક છે. સ્વરૂપમણુતાના શુદ્ધ આનંદને અબ્રહ્મ લૂટે છે અને આત્માને પરપદાર્થોમાં આસક્ત બનાવે છે, તેને અટકાવવા બ્રહ્મચર્યવ્રત ઉપકારક છે. અને પરિગ્રહ કે જે આત્માને સ્વાશ્રય ભાવ લૂંટીને તેને પરાશ્રિત બનાવે છે, તેને નાશ કરવા (સ્વતંત્ર અને સ્વાશ્રયી બનવા) માટે અપરિગ્રહતા ઉપકારક. છે. એમ પાંચે વ્રતે પિતપતાનું વિશિષ્ટ કાર્ય કરનારા હેવાથી. સ્વતંત્ર મહાવ્રત તરીકે કહેલાં છે. આ પાંચ મહાવતે ઉપરાંત છઠ્ઠા. રાત્રિભેજન વિરમણવ્રતને મહાવ્રત નહિ પણ વ્રત કહ્યું છે, તેનું કારણ