________________
૨૪૦
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે
તે, તેની દાનરુચિના રક્ષણ માટે, તેના હાથે નવમા મહિને પણ લેવું ક૯પે.)
૧૫. બાલવાત્સા-સ્થવિરકલ્પી સાધુને, જે સ્ત્રીને બાળક સ્તનપાન કરતું નાનું હોય, તેના હાથે વહોરવું ન કલ્પે, કારણ કે વહેરાવવા બાળકને છૂટું મૂકે તે બિલાડાં, કૂતરાં આદિને ઉપદ્રવ બાળકને થાય, અથવા બાળક રડે વગેરે દેશે લાગે. જિનકલ્પિક સાધુ તે બાલક જ્યાં સુધી બાળક મનાય ત્યાં સુધી તેની માતાના હાથે ન વહોરે, કારણ કે તેઓ ઉત્સર્ગ માર્ગે વતનારા હોય છે.
૧૨. ખાંડનારી-સચિત્ત અનાજ વગેરે ખાંડનારી ખાંડતાં ખાંડતાં વહરાવવા ઊઠે તે સચિત્ત દાણ વગેરેને સંઘટ્ટ થાય, માટે તેના હાથે લેવું ન કપે, કિન્તુ તેણે મૂશળ ઊંચે ઉપાડ્યું હોય તે અવસરે સાધુ આવી જાય, અને જયણાપૂર્વક મૂશળને નિરવદ્ય સ્થાને મૂકી વહેરાવે તે કપે.
૧૭. દળનારી-અચિત્ત વસ્તુ દળનારીના હાથે લેવું કપે સચિત્ત વસ્તુ દળનારીએ ઘંટીમાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને બીજું નાખ્યું ન હોય, તેવા અવસરે સાધુ આવે તે તે, જયણાથી ઊઠીને, વહરાવે તે કલ્પ. વાટનારી માટે પણ દળનારીની જેમ કપ્ય-અકથ્યને વિવેક સમજ.
૧૮. ભૂજનારી-અનાજ વગેરે રોકનારીના હાથે લેવું ન કલ્પે, છતાં, દળનારીની જેમ, જયણાથી લઈ શકાય