________________
૨૩૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ૯. માયાપિંડ-વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વેશ બદલીને કે જુદી જુદી ભાષા (સ્વર) બેલીને, આષાઢાભૂ તિની જેમ, માયા કરી લાવે તે માયાપિંડ જાણો.
૧૦. લેપિંડ-ઘણ અથવા મને ભિષ્ટ આહારદિને મેળવવાના લેભે ઘણાં ઘરમાં ફરનારને લાવેલે પિંડ તે લેપિંડ જાણ.
૧૧. પૂર્વપશ્ચાત-સંસ્તવ પિંડ-અહી પૂર્વ શબ્દથી પૂર્વનાં સંબંધી માતા, પિતા, કાકા વગેરે પિતૃપક્ષ અને પશ્ચાત્ શબ્દથી પછી સંબંધમાં આવેલાં સાસુ, સસરે, સાળા વગેરે શ્વશુરપક્ષ જાણ. જે સાધુ ભિક્ષાને માટે દાન દેનારને પોતાનાં માતા-પિતાદિનાં જેવાં અથવા સાસુસસરાદિનાં જેવાં જણાવીને, એ રીતે સંબધની ઘટના ઘટાવવારૂપ પ્રશંસા કરીને, આહારાદિ લાવે તે યથાક્રમ પૂર્વ સંસ્તવ અથવા પશ્ચાતુસંસ્તવ પિંડ. જાણ. - ૧રથી ૧૫-વિદ્યા, મંત્ર, ચૂર્ણ, ગપિંડભિક્ષા મેળવવા માટે પિતાને સિદ્ધ થયેલી વિદ્યા વગેરેને ઉપયોગ (પ્રાગ) કરે તે વિદ્યાપિંડ વગેરે જાણ. તેમાં જે મંત્રને જાપ, હોમ વગેરે કરવાથી સિદ્ધ થાય અથવા જેની અધિષ્ઠાયિકા દેવી (સ્ત્રી) હોય, તે વિદ્યાના પ્રયોગથી મેળવેલો ૧૨. વિદ્યાપિંડ માત્ર ઉચ્ચારથી સિદ્ધ થાય અથવા જેને અધિષ્ઠાયક દેવ (પુરુષ) હોય, તે મંત્રના પ્રયોગથી મેળવેલે ૧૩. મંત્રપિંડ. જેને નેત્રાદિમાં આંજવા વગેરેથી અદશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય, વગેરે શક્તિવાળાં