________________
૨૩૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે
૨. સેળ ઉત્પાદન-દો . ' धाई दुई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस ए ए ॥ १ ॥ पुचिपच्छा[व] संथव, विज्जा मंते अ चुन्न जोगे अ। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ ॥२॥
ધાવી પિંડ, કૃતિપિંડ વગેરે નીચે પ્રમાણે સેળ દેશે ઉત્પાદનના જાણવા–
૧. ધાત્રપિંડ-બાલકને દૂધ પાવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભરણ પહેરાવવાં, રમાડે અને ખોળે રાખવો (તેડીને ફરવું), એ પાંચ પ્રકારે પાલન કરનારી પાંચ ધાવમાતાઓ કહેવાય છે. જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકનું એ ધાત્રીકમ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ જાણવો.
૨દૂતીપિંડ-પરસ્પર સંદેશે કહે તે દૂતીકર્મ, ભિક્ષા માટે એવું ગૃહનું દૂતીપણું કરી આહારાદિને મેળવે તે દૂતીપિડ જાણવો.
૩. નિમિત્તપિડ-લક્ષણ-તિષાદિ શાસ્ત્રોના બળે ગૃહસ્થને ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થયેલી, થનારી કે થતી લાભ-હાનિ જણાવી તેના બદલે આહારાદિ મેળવવા તે નિમિત્તપિંડ કહ્યો છે.
૪. આજીવપિંડ-તે તે જાતિ, કુળ, ગણ, કર્મ, શિલ્પ