________________
૨૨૬
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ શાસ્ત્ર-પરિભાષાથી, પ્રાકૃતિકા કહી છે. તે પણ લગ્નાદિ મોટા પ્રસંગને વહેલો-મેડ કરવાથી બાદર પ્રાભૂતિકા અને સામાન્ય પ્રસંગને સાધુને દાન દેવાની બુદ્ધિએ મોડે-વહેલે કરે તે સૂકમ પ્રાભૂતિકા સમજવી. - ૭, પ્રાદુષ્કરણ-સાધુને જે વસ્તુ પ્રત્યક્ષ જેવાય તેવા સ્થાને પડી હોય તે લેવાને ધર્મ છે. એટલે મારી વસ્તુ અંધારામાં છે માટે વહેરશે નહિ એમ સમજી દીવા વગેરેને પ્રકાશ કરે, ભીંતમાં જાળી, બારી વગેરેને મૂકીને કે ઉઘાડીને પ્રકાશ કરે, અથવા બહાર પ્રકાશમાં વસ્તુ લાવવી તે પ્રાદુષ્કરણ, તે બે પ્રકારે થાયઃ એક વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અને બીજું વસ્તુને પ્રકાશમાં લાવવાથી.
૮. કીત-જે વસ્તુ સાધુને માટે મૂલ્યથી ખરીદવી તે કીત કહેવાય. તેના સ્વ, પર અને દ્રવ્ય, ભાવ ભેદે ચાર પ્રકારે છે. જે સાધુ ગૃહસ્થને ચૂર્ણની ગુટિકા કે બીજી કેઈ પિતાની વસ્તુ આપીને તેના બદલે આહારાદિ મેળવે તે સ્વદ્રવ્યકત અને ગૃહસ્થ પિતાના ધન વગેરેથી ખરીદી સાધુને આપે તે પરદ્રવ્યકત. તથા સાધુ ભેજન મેળવવાની આશાએ ધર્મકથા કરે અને તેના બદલે ગૃહસ્થ તેને તે આપે તે સ્વભાવકીત અને સાધુને ભક્ત કેઈ ગયે વગેરે સાધુને દાન દેવા પિતાની કળાથી બીજાને. રંજિત કરી તેની પાસેથી વસ્તુ મેળવી સાધુને આપે તે પરભાવકીત.
૯ પ્રામિયક-દાન દેવા માટે વસ્તુ ઉછીની (ઉધાર) લાવી આપવી તે સ્વામિત્વક. તેના લૌકિક અને લકત્તર એમ