________________
પરિશિષ્ટ પહેલું પ્રતિલેખના
કરણસિત્તરીમાં પ્રતિલેખનાના ૨૫ પ્રકારો જે કહ્યા છે, તે આ પ્રમાણે – मुहपोत्ति चोलपट्टो, कप्पतिगं दो निसिज रयहरणं । संसारुत्तरपट्टो, दस पेहाऽणुग्गए सूरे ॥१॥ उवगरणचउद्दसगं, पडिले हिजइ दिणस्स पहरतिगे। उग्घाडपोरिसीए उ, पत्तनिज्जोगपडिलेहा ॥२॥
સાધુને પ્રતિદિન ત્રણ પ્રતિલેખન કરવાને વિધિ છે; એક પ્રભાતે, બીજી ત્રીજા પ્રહરને અંતે અને ત્રીજી સૂર્યોદયથી પિણ પ્રહરે. તેમાં પ્રભાતે ૧. મુહપત્તિ, ૨. ચોલ પટ્ટો (ઉપલક્ષણથી કરે), ૩-૪-૫- ત્રણ (એક કામળી અને બે સૂત્રાઉ) કપડાં, ૬-૭. રજોહરણની (અંદરનું સૂત્રાઉ અને ઉપરનું ઉનનું એઘારીઉં એમ) બે નિષદ્યા, ૮. રજેહરણ, ૯, સંથારે અને ૧૦ ઉત્તરપટ્ટો તથા કલ્પચૂણિના અભિપ્રાયે ૧૧. દંડે-એમ અગિયાર વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતાં પહેલાં કરવી. તેમાં સહુથી પ્રથમ મુખવસ્ત્રિકા, પછી રજોહરણ, અંદરનું નિષદ્યા, બહારનું ઘારીયું, લપટ્ટો (કદરે આસન), કપડા, ઉત્તરપટ્ટો, સંથારો અને દંડે એમ નિશીથચૂર્ણમાં કમ કહ્યો છે.