________________
૧૯૬
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ (દ્રવ્યથી હું કોણ છું, ક્ષેત્રથી ક્યાં છું, કાળથી હમણાં કર્યો સમય છે અને ભાવથી મારું શું કર્તવ્ય (કયી અવસ્થા) છે?)-ઇત્યાદિ વિચારીને અને નિદ્રા ન છૂટે તે ઉચ્છવાસ રેકીને સ્વસ્થ થઈ “લઘુનીતિ આદિ કરવા માટે આજ્ઞા આપ” વગેરે અર્થને પૂર્વની ગાથા સાથે સંબંધ સમજ (૨). એમ શયન માટે આજ્ઞા માગીને સાગાર અનશન માટે કહે છે કે
જ્ઞા –જે નિદ્રામાં મરણ થાય તે ચતુર્વિધ આહારને, વસ્ત્રપાત્રાદિ સર્વ પ્રકારનાં ઉપકરણરૂપ ઉપધિને અને આ મારા શરીરને પણ મન, વચન અને કાયાથી વસિરાવું છું અર્થાત્ મરણ પછી તેને સંબંધ તજું છું (૩).
પછી મંગલ વગેરેને સ્વીકાર કરવા માટે કહે કે
રારિ સ્વ–આ જગતમાં સર્વ વિદનોને વિઘાત કરનારાં ચાર મંગલ છેઃ ૧. અરિહત મંગલ છે, ૨. સિદ્ધો મંગલ છે, ૩. સાધુઓ મંગલ છે, અને ૪. કેવલિકથિત ધર્મ મંગલ છે. એ ચાર (મંગલ છે માટે) લોકમાં ઉત્તમ પણ છેઃ ૧. અરિહંતે લોકોત્તમ છે, ૨. સિદ્ધા કેત્તમ છે, ૩. સાધુએ લોકોત્તમ છે, અને ૪. કેવલિકથિત ધર્મ લકત્તમ છે. એ ચારનું (લોકોત્તમ છે માટે) શરણ સ્વીકારું છું: ૧. અરિહંતનું શરણ સ્વીકારું છું, ૨. સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩. સાધુઓનું શરણ સ્વીકારું છું, અને ૪. શ્રી કેવલિભાષિત ધર્મનું શરણ સ્વીકારું છું.