________________
અતિચારોને ચિતવવાની ગાથા
૧૮૭
પાર પામનારા “મવત'–થાએ અર્થાત્ તે જીવનું અને તમારું કલ્યાણ કરે–એમ ગુરુ આશીર્વાદ આપે. એ પ્રમાણે પાક્ષિક ખામણાનો અર્થ કહ્યો. (૪).
ઇતિ પાક્ષિક ખામણું સૂત્ર અથ સમાપ્ત
પ્રતિક્રમણમાં અતિચારોને ચિંતવવાની ગાથા सयणासणन्नपाणे, चेइअ जइ सिज्ज काय उच्चारे । समिई भावण गुत्ती, वितहायरणमि अइआरो :१॥
ભાવાર્થ_શયન એટલે સંથાર, ઉત્તરપટ્ટો વગેરે. આસન-પાટ, પાટિયું, આસન વગેરે. એને વિતથાચરણમાં એટલે અવિધિએ લેવાં, મૂકવાં, પાથરવા અને વાપરવાં વગેરેથી અતિચાર લાગ્યો હોય તે વિચારો. અન્નપાનઅવિધિથી આહાર-પાણી લેવામાં આલેચવામાં, વાપરવા વગેરેમાં લાગેલો અતિચાર. ચિત્ય-જિનમૂર્તિ મંદિર, ત્યાં આશાતના કે અવિધિએ દેવવન્દનાદિ કરવાથી લાગેલ અતિચાર. યતિ સાધુ (સાધ્વી), તેઓને યથાગ્ય વિનય, વૈયાવચ્ચ, વન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ કરવાથી લાગેલો અતિચાર. શય્યાવસતિ, ઉપાશ્રયાદિ, તેને યથાયોગ્ય પ્રમાજનાદિ નહિ કરવાથી, અવિધિએ કરવાથી કે સ્ત્રી, પશુ, પંડકાદિથી યુક્ત સ્થાનનો ઉપયોગ કરવાથી અતિચાર. કાય અને ઉચ્ચારમાત્રુ અને થંડિલ (ઝાડે અને પેશાબ), એ બેને અસ્થડિલે