________________
શ્રી પાક્ષિકસૂત્ર -
૧૭૧
બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિએનું વર્ણન જેમાં છે, તે “ચારણભાવનાઓ” કહેવાય છે. ૩૬. “મદાનમાવનાઃ –ગજ, વૃષભ આદિ મહાસ્વપ્નનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે, તે ગ્રન્થશ્રેણીને “મહાસ્વપ્નભાવનાઓ ” કહેવાય છે. ૩૭. “તૈનાનનિઃ ”—તેજલેશ્યા દ્વારા તેજસ અગ્નિને બહાર ફેંકવો વગેરે વર્ણન જેમાં છે, તે “તેજસાગ્નિનિસર્ગ' કહેવાય છે. આ આશીવિષભાવના વગેરે પાંચનું વર્ણન તેનાં નામને અનુસારે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્ત્ર યા પરંપરાથી દેખવા મળતું નથી, એમ વૃત્તિકાર જણાવે છે. “સર્વમિન્નચેતરિમન્ના સ્ટિ માવતઃ ”—આ ભગવાન એવા સર્વ અંગબાહ્ય કાલિક શ્રતમાં વગેરે બાકીનો અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લેવો.
અહીં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક અને કાલિક, એમ અગબાહા, શ્રતનું ઉત્કીર્તન કયું; હવે અંગપ્રવિષ્ટ શ્રતનું ઉત્કીર્તન કરે છે.
* અહીં ઉપર જણાવ્યાં તે તે નામે ઉપલક્ષણરૂપ સમજવાં; કારણ કે જે જે તીર્થકરોને જેટલી શ્રમણસંપદા (શિષ્યો) હોય છે, તેના શાસનમાં તેટલી સંખ્યામાં પ્રકીર્ણક (પન્ના) સૂત્રેા હોય છે, જેમ કે પહેલા તીર્થકરને ચેરાશી હજાર, મધ્યમના બાવીસ તીર્થ - કરીને સર્વ મળી સંખ્યાતા હજારે અને વીર પ્રભુને ચૌદ હજાર સાધુઓ હતા અને તેટલાં પન્ના સૂત્રો હતાં. અહી સાડત્રીસ નામ કહ્યાં, તેને બદલે અન્ય ગ્રંથમાં, સૂર્યપ્રજ્ઞપ્તિને ઉત્કાલિકમાં તથા વૃષ્ણિકા, અને વૃણિદશાને એક ગણી, કાલિક શ્રુતમાં ૩૫ નામે પણ કહેલાં છે..