________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૬૯
પરાવર્તન કરાય છે. ૨૪. “તમુસ્થાનત’–સમુત્થાનશ્રત નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુનઃ સર્વ નિર્ભય, સ્વસ્થ, શાન્ત થાય છે. ૨૫. “ના પર્યાવત્રિા ”– નાગ એટલે નાગકુમાર દેવો, તેમના સમય (સંકેત)થી રચેલું અધ્યયન વિશેષ, તે “નાગપર્યાવલિકા; જ્યારે સાધુ ઉપગપૂર્વક તેને ગણે ત્યારે, દેવનો સંકલ્પન કરવા છતાં, તે નાગકુમાર દેવે સ્વસ્થાને રહ્યા થકા તેને જાણે, વંદન કરે, નમસ્કાર કરે, બહુમાન કરે અને સંઘ વગેરેના કાર્ય માટે વરદાન આપે. ૨૬. નિચાસ્ટિ’–જેમાં શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસોનું તથા ત્યાં ઉત્પન્ન થનારા તિર્યંચે, ' મનુષ્યો વગેરે તે તે નરકાધિકારી જી વગેરેનું વર્ણન છે, તે “નિરયાવલિકાઓ” કહેવાય છે. ૨૭. “વસ્પિદ 'સીધર્મ વગેરે કોનું (દેવલોકનું) જેમાં વર્ણન છે, તે સૂત્રશ્રેણીને “કલ્પિકા” કહી છે. ૨૮. “પવનંતિ –સૌધર્મ અને ઈશાન દેવલેકમાં કલ્પપ્રધાન જે સ્વ સ્વ કર્તવ્યથી બંધાયેલાં વિમાને છે, તે “કલ્પાવતસક” વિમાને કહેવાય છે તેમાં દેવ-દેવીઓ જે વિશિષ્ટ તપથી ઊપજે છે, સવિશેષ ઋદ્ધિને પામે છે, તે વગેરે વર્ણન વિસ્તારથી જેમાં છે, તે ગ્રંથશ્રેણીને “કલ્પાવતસિકાઓ” કહેવાય છે. ૨૯. ‘પુષ્પઃ -ગૃહવાસનાં બંધનનો ત્યાગ કરીને જીવ સંયમ ભાવથી પુષ્પિત (સુખી) થાય (ખીલે) અને પુનઃ સંયમભાવના છેડી દેતાં દુખેથી હલકા બને (કરમાય), પુનઃ તેના ત્યાગથી પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ થાય),