________________
૧૬૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે ભવને, આયુષ્ય, તેઓનું સ્વરૂપ વગેરે વિષયને જણાવનારુ હોવાથી તેનું નામ “દેવેન્દ્રસ્તવ છે. ૧૩. “તરવૈ વારિ-સે વર્ષના આયુષ્યવાળા પુરુષના પ્રતિદિન ભાગ્ય તંદુલ (ના દાણા)ની સંખ્યાને અને ગર્ભસ્થ જીવના આહાર આદિને જેમાં વિચાર કરેલ છે તે ‘દુલચારિક” નામે એક ગ્રંથ. ૧૪. ‘ચંદ્રાવેલમ્’-ચંદ્ર એટલે રાધા નામની યાંત્રિક પૂતળીની આંખની કીકી, તેને મર્યાદા પૂર્વક વેધ તે “રાધાવેધ', તેની ઉપ્રમા દ્વારા મરણ સમયની આરાધનાને જણવનાર “ચંદ્રાધ્યક” નામને એક ગ્રંથ. ૧૫. “પ્રમાામમાતા’-પ્રમાદનું અને અપ્રમાદનું સ્વરૂપ, એને ભેદ, ફળ અને તેથી સુખ-દુઃખનો અનુભવ વગેરે ... જણાવનાર “પ્રમાદાપ્રમાદ” નામનો એક ગ્રંથ. ૧૬ “ીમe૪”-પ્રતિદિન “પૌરુષી” એટલે પુરુષપ્રમાણ સૂર્યની છાયાવાળે સમય, તેનું નિરૂપણ જેમાં છે, તે ગ્રંથ. અહીં સર્વ વસ્તુની સ્વ-સ્વપ્રમાણ છાયા થાય ત્યારે પૌરુષી થાય. આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસ જ હોય, તે પછી ૮/૬૧ આગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પિરુષને જુદા જુદા સમયે જણાવનાર ગ્રંથ હોવાથી તેનું નામ “પૌરુષીમડલ” છે. ૧૭. માત્ર વેશઃ '—જેમાં ચંદ્ર અને સૂર્યને દક્ષિણ અને ઉત્તરનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલ છે તે ગ્રંથ પણ “મંડલપ્રવેશ” નામને છે. ૧૮. “ખિવિધા’–સાધુને ગણ એટલે સમુદાય અથવા ગુણને સમુદાય