________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે “પિનચા'ખેદ વગેરે નહિ પમાડવાથી, (પસીને, લાળ, આંસુ વગેરે પડે તે પરિશ્રમ નહિ આપવાપણાથી)
મરીના '–પગ વગેરેથી (પીલવારૂપ) પીડા નહિ કરવાથી. “સપરિતાપનતા’–સર્વ પ્રકારનાં શારીરિક દુઃખરૂપ સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી). “અનુપરવણતથા’–સર્વથા મરણ (અથવા અતિ ત્રાસ) નહિ કરવાથી (એ કારણથી, આ વ્રતમાં સર્વ પ્રાણ-ભૂત-વગેરેને હિતકર, સુખકર વગેરે ગુણકારક છે). વળી આ પ્રાણાતિપાતવિરમણ પદ (વ્રત) કેવું છે તે કહે છે કે—“માર્થ, માગુ, મહાનુમાઉં, મહાપુરુષાગુવીર્ણ, પરમપિરા, રાસ્તે –(ફળસ્વરૂપ વગેરે કહેલું હોવાથી) મહાઅર્થવાળું, (મહાવતે સકલગુણોનો આધાર હોવાથી) મહાગુણસ્વરૂપ, (સ્વર્ગ, મોક્ષ વગેરે અચિન્ય ફળ આપવાથી) મહા મહિમાવાળું, (તીર્થકર, ગણધરાદિએ આચરેલું હેવાથી) મહાપુરુષોએ આચરેલું-સેવેલું, (શ્રી તીર્થંકરાદિએ ઉપદેશેલું હોવાથી) પરમર્ષિઓએ કહેલું અને (સકળ કલ્યાણ કરનાર હોવાથી) પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણ મને 'दुःखक्षयाय, कर्मक्षयाय, मोक्षाय, बोधिलाभाय, संसारोરાજા '–શારીરિક, માનસિક, વગેરે સર્વ દુઃખના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયને માટે, રાગદ્વેષાદિનાં બંધનોથી મુક્ત થવા માટે, જન્માક્તરમાં સમ્યફૂત્વાદિ સદ્ધર્મની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે, “સહાયક થશે” (એમ અહીં અધૂ રે