________________
પ્રાકુ કથન
(પહેલી આવૃત્તિનું) જ્ઞાન-વિયાખ્યક્ષઃ” આત્માને અનાદિ દુઃખમાંથી છુટકારે સમજપૂર્વકનાં કર્તવ્ય કરવાથી થાય છે, એવો શ્રી જિનેશ્વરદેવોને ઉપદેશ છે અને એ કર્તવ્યનું સ્વરૂપ પણ તેઓએ સમજાવ્યું છે. તેને સમજીને જીવનને કર્તવ્યપરાયણ બનાવવું એ દુઃખમાંથી છૂટવાનો સાચો ઉપાય છે.
આ કર્તવ્યરૂપ પુરુષાર્થ બે પ્રકારને છેઃ એક જડ સામગ્રી દ્વારા થતે બાહ્ય અને બીજે ચિતન્ય (આત્મગુણ) દ્વારા થતે અત્યન્તર. જ્ઞાનીઓએ “જ્ઞાન અને કિયા” બેના સંયુક્ત પુરુષાર્થથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમાં જ્ઞાન ચૈતન્યરૂપ છે અને કિયા સ્વરૂપે જડ છે.
સંસારી છદ્મસ્થ જીવો સઘળાય જડના (કર્મ) સગવાળા છે. માટે મૂળ સ્વરૂપને પ્રગટાવવા જડ સ્વરૂપ ક્રિયા પણ તેઓને આવશ્યક છે. કારણ કે, તત્ત્વદષ્ટિએ તે, જડે ચૈતન્યને કે ચિતન્ય જડને કંઈ કરી શક્યું નથી, કિન્તુ જડ કિયાથી જડનું બન્ધન તેડી શકાય છે અને જ્ઞાનાદિ ચિતન્યથી આત્માનું જ્ઞાનાદિ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકાય છે. એમ બે કાર્યો સાથે થાય છે. વસ્તુતઃ જડથી મુક્તિ સાથે ચિતન્યનું પૂર્ણ પ્રગટીકરણ, અથવા ચિતન્યના સંપૂર્ણ
પ્રગટીકરણ સાથે જડથી સર્વથા મુક્તિ, એ જ મેક્ષ છે. : એકલી જડની મુક્તિ કે એકલે ચૈતન્યને પ્રાદુર્ભાવ થતો
નથી–જેમ દિવસની સમાપ્તિએ જ રાત્રિ, અને રાત્રિનો પ્રારંભ