________________
:પ્રસ્તાવના:
પૂર્વે આ પુસ્તિકાનું જ લખાણ “કલ્યાણ' માસિકના વર્ષ-૫૪, અંક-૯,૧૦, ડિસેમ્બર- જાન્યુઆરી, ૧૯૯૮ના અંક દ્વારા પ્રસિદ્ધ કરી, વાચકોનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેને કોઈ વિરોધ સાંપડ્યો ન હતો. તેથી હવે એક નક્કર વિચારણા રૂપે તે લખાણ આ પુસ્તિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.
દેવદ્રવ્યના પૂજા-દેવદ્રવ્ય, નિર્માલ્ય દેવદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય એ ત્રણ પ્રકારો અંગે છેલ્લા વર્ષોમાં ઘણી ઘણી વિચારણાઓ થવા પામી. તેમાંથી એક સૂર એવો પણ ઉક્યો કે, પ્રતિષ્ઠા આદિના ચઢાવાઓ દ્વારા થયેલી દેવદ્રવ્યની ઉપજ', પૂજા- દેવદ્રવ્ય કે નિર્માલ્ય દેવદ્રવ્ય રૂપ ગણી શકાય એવી ન હોવાથી એને કલ્પિત દેવદ્રવ્ય જ ગણવી જોઈએ. આ સૂર તદ્દન અયોગ્ય છે, એ વાત આ પુસ્તિકાથી અત્યંત સ્પષ્ટ થઈ જશે. વાસ્તવમાં તો પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખીને બોલાતી પ્રતિષ્ઠાદિ બોલીઓની રકમ પૂજા-દેવદ્રવ્ય જ છે અને તેનો ઉપયોગ જિનમંદિર નિર્માણ-ઉદ્ધાર અથવા પરમાત્માના આભૂષણો આદિમાં જ થઈ શકે, એ વાત આ પુસ્તિકામાં સચોટ રીતે વિવક્ષી છે અને દરેક સંઘોના આરાધકો તેમજ