________________
શકતો નથી, કારણ પૂજા માટે આવેલ દ્રવ્ય એ કાંઈ દેવદ્રવ્યની આવકનું મુખ્ય અંગ ન ગણાય. પૂજારૂપે આવેલ દ્રવ્ય જ મુખ્ય ગણાય.
ટૂંકમાં ‘આયાણમાઈ પૂયાદİ, જિણદેહ-પરિભોગ'નો સીધો અર્થ એમ થાય કે પરમાત્માની પૂજારૂપે-ભક્તિરૂપે ભેટ આદિથી આવેલ તે પૂજા-દેવદ્રવ્ય. આમાં ભંડાર દ્રવ્ય તેમજ પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી સર્વ પ્રકારની બોલીઓનું દ્રવ્ય આવે. તેનો ઉપયોગ આભૂષણ વગેરે વારંવાર ભોગવી શકાય એવી વસ્તુમાં અથવા તો સ્વયં જિનમંદિર નિર્માણ કે જીર્ણોદ્ધારમાં થાય, કારણ જિનમંદિર એ જિનમૂર્તિના પરિભોગની વસ્તુ થઈ. ,
આમ છતાં આપેલા દ્રવ્યનો વપરાશ વિશિષ્ટ પૂજા માટે કરવાનો નિર્દેશ દાતાએ ભેટ આપતી વખતે જ કર્યો હોય તો તે પણ પૂજા-દેવદ્રવ્ય જ છે. કારણ તે પૂજારૂપે જ થવાનું છે. તેનો ઉપયોગ દાતાના નિર્દેશ મુજબ જ પૂજા માટે કરવો ઘટે છે. તે પૂજા દાતા તરફથી જ થઈ ગણાય. માટે સ્વકર્તવ્યરૂપે પૂજા માટે અન્ય વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે નહિ. ૨. નિર્માલ્ય-દેવદ્રવ્યઃ
ભક્તિરૂપે આવેલ પૂજા-દેવદ્રવ્ય પછી ક્રમ આવે છે નિર્માલ્યા દેવદ્રવ્યનો ! એનો અર્થ થાય છે “અખયફલબલિ વત્થાઈ સંતિએ જે પુણો દવિણજાય' એટલે કે પૂજામાં ચઢાવેલ અક્ષત,
૧૦
- કેરવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર