________________
સારી એવી વૃદ્ધિ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં પ્રખર મેધાવી પરમપકારી અપકારિવર્ગક્ષેમકુશલ–ચિંતક તપે-- નિધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે “ન્યાય-ભૂમિકા” ગ્રન્થની રચના કરીને શ્રીસંઘ ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેઓ શ્રીમદને, તથા ન્યાય–ભૂમિકાના સંપૂર્ણ મેટરનું અવલોકન કરી અતિમુગ્ધ. થનારા સંયમમૂતિ ૬૦૦૦૦ શ્લેક પ્રમાણ નવ્યકર્મ સાહિત્ય નિર્માતા પૂ. આચાર્યશ્રી વિજય જગશ્ચન્દ્રસૂરિજી મહારાજ તથા પ્રખર ન્યાયાદિરશનવેત્તા સર્વતોમુખી–પ્રતિભાસંપન્ન: પૂ. મુનિરાજશ્રી જયસુન્દરવિજયજી મહારાજનો ઉપકાર શે. ભૂલાય? તેમજ વાચનાવતરણ લઈ પ્રેસકેપી કરી આપનાર અથાગશ્રમી પૂ. મુનિશ્રી હરચંદ્રવિજયજી મ. ન. તથા પ્રફ તપાસવામાં મદદ કરનાર ગણિ શ્રી પાસેનવિજયજીને આ તકે અણનિર્દેશ કરીએ છીએ.
આવા ઉત્તમ અધ્યયન-ગ્રન્થના પ્રકાશનનો લાભ અમને આપવા બદલ અમે પૂજ્યશ્રીના અત્યંત ઋણું. છીએ. શ્રી શાહપુરી . મૂ. જૈન સંઘે તેમના જ્ઞાનખાતામાંથી આ ગ્રન્થ છપાવવા માટે પૂર્ણ આર્થિક સહયોગ આપેલ છે. ખરેખર તેઓ જ્ઞાનદ્રવ્યના સુંદર વિનિયોગ માટે ધન્યવાદને પાત્ર છે.
* શ્રી દિવ્યદર્શન દ્રસ્ટના - . ટ્રસ્ટીઓના જયજિનેન્દ્ર