________________
munninum
૩૬૦
ન્યાય ભૂમિકા (i) ઉદ્દેશ્ય રૂપ વિષય, અને | (ii) વિધેય રૂ૫ વિષય.
(i) જેને ઉદ્દેશીને પ્રયત્ન થાય તે, દા.ત. ઘડાને ઉદ્દેશીને માટીમાં પ્રયત્ન થાય છે તે, તે ઘડે ઉદ્દેશ્યરૂપ વિષય થયો. અને (ii) જેમાં પ્રયત્ન થાય, દા. ત. માટીમાં, તે તે વિધેયરૂપ વિષય કહેવાય.
માટે કહેવાય છે કે કુરાન ઘટસ્ વરિય વૃત્તિયાં. कृतिविधीयते । कुलालस्य कृतेः विधेयो मृत्तिका, उद्देश्यः घटः।'
તાત્પર્ય, કુલાલને પ્રયત્ન ઘડામાં નથી થત; કેમકે ઘડે હજી અસ્તિત્વમાં જ નથી, પરંતુ ઉપાદાન માટીમાં થાય છે; કેમકે ઉપાદાન મૃત્તિકા વર્તમાનમાં હાજર છે તેથી એમાં ઘટાથે પ્રવૃત્તિ થઈ શકે. આ હિસાબે કહેવાય કે ઉપસ્યમાન (ભવિષ્યમાં ઉત્પન્ન થનાર) . ઘડે એ પ્રવૃત્તિને ઉદ્દેશ્ય છે.
'તે આ આવ્યું કે પ્રવૃત્તિની પ્રત્યે ઉપાદાનમાં ઈષ્ટની સાધનતા હોવાનું જ્ઞાન કારણ છે. ઉપરાંત, એ પણ જેવું જરૂરી છે કે ઇષ્ટનું સાધન તે મળ્યું, પરંતુ પિતાના પ્રયત્નથી એ ઈષ્ટ સાધ્ય છે? આમ એ પણ જોવું જોઈએ. અર્થાત ઈછ-સાધનતાના જ્ઞાનની જેમ કૃતિ–સાધ્યતાનું પણ જ્ઞાન હોવું જોઈએ. વળી કૃતિસાધ્ય પણ લાગે, કિન્તુ હું કૃતિસાય કરું એવી ઈચ્છા જ જે ન હોય, તે પણ પ્રયત્ન ન થાય. તેથી ઈષ્ટ (સાધ્ય) સાધવાની ઈચ્છા યાનેચિકીષ હેવી એ પણ કાર્યપ્રયત્નમાં કારણ છે.