________________
૨૬૦
ન્યાય ભૂમિકા આમ “સ્પાર્શન પ્રત્યક્ષ માત્ર સ્પર્શનું થાય, કિન્તુ દ્રવ્યનું નહિ.” એમ માનનારના મતે, ઉમાના ઉષ્ણસ્પર્શનું જ્ઞાન પ્રત્યક્ષાત્મકજ્ઞાન થાય, પણ ઉષ્માનું પિતાનું જ્ઞાન અનુમિતિરૂપ જ્ઞાન થાય.
(૨) સંયુક્ત સમવાય : જેમ દ્રવ્યનું પ્રત્યક્ષ ચક્ષુસંગ” સનિકર્ષથી થાય, એમ દ્રવ્યમાં રહેલ ગુણ ક્રિયા તથા જાતિનું પ્રત્યક્ષ “ઈન્દ્રિયસંયુક્ત-સમવાય' સનિકર્ષથી થાય એના પ્રત્યક્ષ માટે “ઈન્દ્રિયસંયુક્ત સમવાય સનિકર્ષ લાગુ પડે છે. દા.ત. આમ્રમાં રહેલ પીતવર્ણનું પ્રત્યક્ષ કરવા માટે ચક્ષુ સંયુક્ત સમવાય નામને સનિકર્ષ લાગુ પડે છે ત્યાં ચક્ષુસંયુક્ત અને આશ્રદ્રવ્ય; અને એમાં સમવેત પીતવણું છે, એટલે પીતવર્ણમાં ચક્ષુસંયુક્ત સમતત્વ અર્થાત્ ચક્ષુસંયુક્ત સમવાય આવ્યા. આમાં ચક્ષુરિન્દ્રિય સ્વસંયુક્ત સમવાય સંબંધથી પીતરૂપમાં ગઈ યાને સંબદ્ધ થઈ. આવી રીતે રસ–ગંધાદિ ગુણ માટે ચક્ષુને બદલે રસના, ઘાણ, વગેરે ઇન્દ્રિય જોડવી પડે. તેથી કહેવાય કે રસના સંયુક્તસમવાય સંબંધથી આમ્રનિષ્ઠ મધુરરસનું પ્રત્યક્ષ થાય. એમ ચક્ષુસંયુક્ત સમવાય સંબંધથી પર્ણનિષ્ઠ પતનક્રિયાનું પ્રત્યક્ષ થાય, અથવા એજ સનિકર્ષથી ઘટનિઝઘટવજાતિનું પ્રત્યક્ષ થાય.
આ ઉપરથી એ સમજાય છે કે દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેનાર (ગુણ-ક્રિયા-જાતિ)ને જ આ સન્િકર્ષ લાગુ પડે છે.