________________
સમવાયીકારણ ]
૧૩૭
સમવાયી કારણનુ લક્ષણ-જેમાં કાર્ય સમવાય સંબંધથી રહે તે” અહીં એટલુ જ લક્ષણ નહિ ચાલે, કેમકે આકાશ(ગુણી)માં એકત્વગુણુ સમવાય સૌંબધથી રહે છે, છતાં આકાશ એ એકત્વનું સમવાયી કારણ નથી કહેવાતું. માટે લક્ષણમાં ‘રહે' ને બદલે ઉપદ્યતે' એમ કહેવુ પડે. અર્થાત્ જેમાં કાય` સમવાય સંબ'ધથી ઉત્પન્ન થાય તે સમવાયી કારણ,” એ નિષ્કૃષ્ટ (Final-ચરમ) લક્ષણ કહેવાય.
ત્યારે આકાશમાં એકત્વગુણુ ઉત્પન્ન ધનારી ચીજ નથી, કિન્તુ નિત્ય રહેનારા ગુણ છે; માટે આકાશને એકત્વને અલબત્ ‘સમવાયી આશ્રય’ કહેવાય કિન્તુ ‘સમવાયીકારણ’ નહિ, કેમકે ‘કારણ' એ ઉત્પન્ન થનારી ચીજને માટે હાય. એવી ઉત્પન્ન થનારી ચીજોમાં દ્રશ્ય-ગુરુ-કમ આવે, પણ સામાન્ય-વિશેષ-સમવાય નહિ; કેમકે એ નિત્ય જ છે. તેથી એને ઉત્પન્ન થવાનું જ નથી; એટલે પછી એને કારણની જરૂર જ નથી, -
દ્રવ્યમાં સમવાયી કારણુ એના અવયવ જ હાય. દા. ત. ઘટનું સમવાયી કારણ એના કપાલ; પટનું સમવાયી કારણ એના તંતુ; ત્યારે ગુણ અને ક્રિયાનું સમવાયી કારણ એનું આશ્રય દ્રવ્ય જ બને. દા ત. પટના નીલરૂપનું સમવાયી કારણ કેણુ ? તાકે તેનેા આશ્રય પટ છે તેજ સમકા॰ બને. ઝાડ પરથી ખરી પડતા પણુમાંની પતન ક્રિયાનુ` સમવાયી કારણ કેણુ ? તા કે એ પણ પાર્ત જ સમવાયિકારણ,