________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પ્રાણીઓને તમે જલદીથી દેખાડજો. પછી નરેંદ્ર! કેમળ વચનવડે દયાધર્મની પ્રરૂપણ કરી તથા તેજ ધર્મને સિદ્ધ કરી તમે તમારા કાકા તાપસેંદ્રને પ્રતિબંધ કરે.
આ પ્રમાણે કહીને તે વિદ્યાદેવી અદશ્ય થઈ. તે વખતે તે નરનાથને પિતાના કાકાને મિથ્યાત્વમાર્ગથી પાછા વાળી શ્રી જિનપ્રવચનરૂપ માર્ગમાં લાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તેથી તત્કાળ પિતે જે માર્ગે જતા હતા તે માર્ગનો ત્યાગ કરી જે માગે ઘણુ લેકે જતા હતા તે માર્ગ ગ્રહણ કરી પરમતત્વની બુદ્ધિવાળા અને પરિપૂર્ણ ધીરતાવાળા શ્રી જ્યાનંદ રાજા જલ્દી તે રાજર્ષિ પાસે ગયા. પછી ત્યાં રહેલા સર્વ મનુષ્યને તેમણે દૂર કર્યા અને પિતાના કાકાને આદરથી કાંઈક નમન કરી ભયરહિતપણે કહ્યું કે– - “હે રાજર્ષિ! ધર્મનું સ્વરૂપ હું કહું તે તમે સાંભળો–સર્વ જેને વિષે સમ્યક પ્રકારની જે દયા છે તે જ ધર્મનું જીવિત છે. સર્વ ઠેકાણે સર્વ દર્શનમાં પૂર્વ પુરૂષોએ તે દયાને જ આગળ કરી છે. તે દયા જ સર્વ ધર્મનું રહસ્ય છે અને તેજ સર્વ સંપત્તિનું, સુખનું અને સિદ્ધિનું પણ કારણ છે તેથી હે તાત! જેને વિષે પ્રગટપણે તુચ્છ વચને રહેલાં છે એવા સર્વ વિકલ્પને ત્યાગ કરી સર્વ ગુણના એક સ્થાનરૂપ અને સુકૃતરૂપી પદાર્થના શિલ્પરૂપ શુદ્ધ આચારવડે જે તે દયાનું જ પાલન કરવામાં આવે તે સમગ્ર ક્રિયા સફળ થાય છે. કહ્યું છે કે–પુષ્કળ દાન આપે, મુનિપણું ધારણ કરે, વેદ વિગેરે ગ્રંથોને અભ્યાસ કરે, તથા નિરંતર દેવાદિકનું ધ્યાન કરે, પરંતુ જે એક દયા તમારામાં ન હોય તે તે સર્વ ક્રિયા નિષ્ફળ છે. જે દયા ન હોય તે દીક્ષા, ભિક્ષા, દાન, તપ, ધ્યાન અને મૌન એ સર્વ નિષ્ફળ છે. હે તાત! હે બુદ્ધિમાન! સર્વ ધર્મનું મૂળ દયા જ છે, એમ તમે જાણો. તે સિવાય કલ્યાણ સુખના સર્વસ્વને સાધનારૂં બીજું કંઈ પણ નથી. જે પ્રાણીના હૃદયને વિષે દયાને ઉદય થયે હોય, તે પ્રાણી કદાપિ સાત પ્રકારના ભયથી પરાભવ પામતું નથી. સર્વ જીવ તથા અજીવ સંબંધી સર્વથા પ્રકારે જ્ઞાન થવાથી તે દયા સારી રીતે મળી શકે છે. કહ્યું છે કે
જે માણસ જીવને જાણે છે તથા અજીવને પણ જાણે છે, તે જીવ અને મને જાણનાર મનુષ્ય ચારિત્રને પણ જાણે છે.” શ્રી આહંન્દુ ધર્મના તરજાતિનું મપણું હોવાથી જેઓ સમ્યક્ પ્રકારે જીવ અને અજીવનું સ્વરૂપ જાણતા નથી, તેથી પણ દયા શી રીતે પાળી શકાય? કહ્યું છે કે
જે માણસ જીવને જાણતો નથી અને અજીવને પણ જાણતો નથી, તે જીવ તથા સજીવને નહિ જાણનાર મનુષ્ય સંયમને શી રીતે જાણી શકશે ? ” શ્રી જિનેશ્વર દેવના