________________
૪૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર થોડા દિવસો પિતાની પાસે શ્રી વિજયપુર નગરમાં રહ્યા. તેમના અલ્પ કાળ રહેવાથી પણ પ્રજા હૃદયમાં અત્યંત હર્ષ પામી. શ્રી વિજય રાજાએ સર્વ પ્રજાને પણ સર્વસના ધર્મમાં પ્રવર્તાવી; અને ઘણી સંપત્તિવાળ રાજ્યલક્ષ્મીવડે તેઓ અત્યંત શોભાને પામ્યા. એક દિવસ શ્રીવિજયરાજાએ કારાગૃહમાં રહેલા અલ્પ અપરાધવાળા કેદીઓને દયાવડે જલ્દીથી છુટા કર્યા.
ત્યાં કારાગૃહમાં કારાગૃહના દુઃખને ભોગવતે તે દુષ્ટ આશયવાળો સિંહસાર દુઃખકારક અને ખેદના કારણરૂપ વિવિધ પ્રકારના વધ બંધાદિકવડે વારંવાર દુઃસહ અને ઉત્કટ દુઃખ ઉત્પન્ન થવાથી પિતાના દુષ્કર્મને અત્યંત શેક કરવા લાગ્યો. તેને કેટલેક કાળ ગયા પછી ભાઈને પુત્ર હોવાથી વધ કરવા લાયક નથી, એમ ધારી શ્રીવિજયરાજાએ કારાગૃહમાંથી કાઢી પિતાના દેશની બહાર કાઢી મૂકે. આ પ્રમાણે કરવાથી તેના રાજ્યમાં શાંતિ થઈ અને શેભા વૃદ્ધિ પામી.
એક દિવસ શ્રીજયાનંદ રાજાએ એગ્ય અવસરે પિતાના પિતા શ્રીવિજયરાજાને ભક્તિથી નમસ્કાર કરીને આદરપૂર્વક શ્રી લક્ષ્મીપુર જવાની રજા માગી તેમજ પોતાની માતા વિગેરેને પ્રણામાદિકવડે પૂજી તેમની પાસે પણ રજા માગી. કેટલાકને વાણીવડે, કેટલાકને પ્રેમયુક્ત દષ્ટિવડે અને કેટલાક વાત્સલ્યવડે આનંદ પમાડો. રાજ્યના માનીતા મંત્રી વિગેરેને, વૃદ્ધોને, બીજા નગરજનોને, ત્યાંની પ્રજાને તથા સર્વ પ્રજાને હિતવચનવડે ખુશી કરી. સર્વની સંમતિ મેળવીને તે રાજેન્દ્ર પિતાના નગર તરફ પ્રયાણ કર્યું.
તે વખતે તે સર્વજને અંતઃકરણની પ્રીતિ અને ભક્તિના ઉલ્લાસપૂર્વક તેમને વળાવવા ઘણી ભૂમિ સુધી પાછળ ગયા. એ રીતે શ્રી જયાનંદરાજ પિતાની જન્મભૂમિના નગરથી બહાર નીકળ્યા, તે વખતે તેમની સાથે પિતા પોતાના સૈન્ય સાથે સાડી બત્રીશ હજાર રાજાઓ પણ હતા. તેમજ તેમની પિતાની ચતુરંગ સેના પણ હતી, ચતુર ચોદ્ધાઓ તેમની પડખે ચાલતા હતા. એ રીતે આનંદથી તે રાજેદ્ર પિતાના લક્ષ્મીપુર નગર તરફ ચાલ્યા.
તે વખતે પૃથ્વી ઉપર અમારા સ્વામીની તુલનાને પામે એવો કોઈપણ નથી.” એમ જાણે ઘોષણા કરતા હોય તેમ અસંખ્ય વાજિંત્ર એકીસાથે વાગવા લાગ્યાં. તે રાજેદ્ર જાણે શત્રુના સમૂહને ત્રાસ પમાડતા હોય અને મિત્રોને આશ્વાસન આપતા હેય તેમ તેણે પૃથ્વીની કુક્ષિને પૂર્ણ કરનારા ઘણા નિર્દોષવડે દિશાઓને પૂરી દીધી.
पण