________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર લંબાને કર ૧૧, ચારવાને કર ૧૨, ગઢ કરવાને કર ૧૩, વાડીને કર ૧૪, છત્રને કર ૧૫, આલહણ કર ૧૬, ઘોડાને કર ૧૭ અને કુમારાદિકની સુખડીને કર ૧૮. જે રાજા પ્રજાને બહુ જ પડનાર થાય છે તે આવા નવી નવી જાતના કરી નાખે છે.
હે શ્રીજયાનંદરાજા! તમારું મૂળ રાજ્ય તેને મળવાથી તે લેભાંધ થઈને સમગ્ર જગતને તૃણ સમાન ગણે છે, અને માનવા લાયક ઉત્તમ પ્રધાનનાં વચનને પણ તે બીલકુલ માનતા નથી. જેને ત્યાં કાર્ય કરવામાં કુશળ, પ્રિય વચન બોલનાર, પરિપકવ બુદ્ધિવાળ, સ્થિરતાવાળા અને ધીરતાવાળે મંત્રી, મિત્ર કે બીજો કોઈ સ્ત્રી આદિક પણ જન હિતકારક ન હોય, તેનું રાજ્ય, કુળસ્થિતિ, મર્યાદા, ધન, અર્થની સિદ્ધિ, યશ, સુખાદિક અને સુકૃત વિગેરે કાંઈ પણ પ્રતિષ્ઠા પામતું નથી. કારણ કે –
રાજાઓનાં સર્વ કાર્યો પ્રા કરીને ઉત્તમ પ્રધાનોથી જ સિદ્ધ થાય છે, તેથી ' - રાજાઓએ અવશ્ય સારા પ્રધાને રાખવા જોઈએ. સારા પ્રધાન વિના રાજ્ય હોઈ શકે નહિ, દાન આપી શકાય નહિ અને દાન પુણ્ય વિના પ્રાપ્ત થાય નહિ. પ્રધાનોનાં વચન નહિ માનવાથી તે દુખ બુદ્ધિવાળા સિંહસારે પિતાના અને પરના સર્વ જનને ઉપતાપ ઉપજાવીને પિતાના કેશમાં દુર્યશને જ એકઠો કર્યો છે. તેને જે દિવસથી રાજ્યની પ્રાપ્તિ થઈ છે, તે દિવસથી આરંભીને આજ સુધી તેણે જે જે અન્યાય કર્યા છે, તે કહેવાને બુદ્ધિશાળી એ પણ કેણ શક્તિમાન થાય?
હે ભૂમ! તમારા પિતા શ્રીવિજયરાજાએ પણ તેની દુષ્ટતાનું જે ફળ ભેગવ્યું છે તે સર્વે તેમના જ મુખથી તમે સાંભળ્યું છે. હે પ્રભુ ? તમારા કાકા શ્રી જયરાજાએ અમારા સ્વામી તરિકે તમને જ આપ્યા હતા, પરંતુ તે વખતે અમારા દુર્ભાગ્યના ઉદયથી તમે આવ્યા નહિ અને તે તમારો બંધુ અમારા દુર્ભાગ્યથી ખેંચાઈને અહીં આવે, તે તમારા કાકા વિગેરેએ આપેલું રાજ્ય પામીને આવી દુષ્ટ ચેષ્ટાઓ કરવા લાગ્યો છે.
અરણ્યમાં વસવું સારું છે, પરદેશ પ્રવાસ કરે સારો છે, ચારિત્ર ગ્રહણ કરી તપ કરવો સારે છે. અથવા છેવટે મૃત્યુ થાય તે સારું છે, પરંતુ દુષ્ટ રાજાના રાજ્યની છાયા પણ–સારી નથી, તેથી હે રાજરાજેશ્વર ! અમારા ઉપર આપશ્રી દયાવાળી દષ્ટિ કરે, અમારા ઉપર પ્રસન્ન થાઓ, સીદાતા એવા અમારી ઉપેક્ષા કેમ કરે છે?
આપ યશ અને કીતિના સાગર છે, સર્વ ગુણરૂપી રત્નના રત્નાકર છે, પરેપ