________________
૭૭
कारकभेदादर्थभेदः कर्तृकर्मणोर्भेदेऽप्यभिन्नमेव कुम्भलक्षणमर्थमत्राद्रियन्ते न ते नीतिनिपुणाः, 'देवदत्तः कटं करोति' इत्यत्रापि कर्तृकर्मणोदेवदत्तकटयोरभेदप्रसङ्गादिति । न चात्र देवदत्त-कटलक्षणप्रकृतिपदभेदादेवार्थभेदः स्पष्ट एवेति वाच्यं, अन्यत्रापि कर्तृ-कर्मलक्षणकारकभेदादर्थभेदस्य स्पष्टत्वात्, अन्यथा 'घटः क्रियते' इत्यस्य स्थाने 'घटं क्रियते' इत्यस्यापि यद्वा 'घटं करोति' इत्यस्य स्थाने 'घटः करोति' इत्यस्यापि साधुत्वप्रसङ्गात् ।
__ तथा लिङ्गभेदात् 'पुष्यस्तारका' इत्यत्र पुंस्त्रीलिङ्गयोर्भेदादर्थभेदमभिप्रैति शब्दनयः । ये त्वत्र लिङ्गभेदेऽपि नक्षत्रलक्षणमेकमेवार्थमभिमन्यन्ते न ते तत्त्ववेदिनः, 'पटः कुटिः' इत्यत्रापि पटकुट्योरेकत्वप्रसङ्गात्, तल्लिङ्गभेदाविशेषादिति । 'पटकुट्योः प्रकृतिपदभेदादेवार्थ
તેથી કર્તાસ્વભાવવાળા ઘડાથી કર્મસ્વભાવવાળો ઘડો જુદો જ છે. તે પોતે જ કંઈક કરે છે અને તે પોતે જ કોઈકના દ્વારા કરાય છે' આવી પ્રતીતિના કારણે કર્તા-કર્મકારકનો ભેદ હોવા છતાં જેઓ ઘડાને એક જ માને છે તેઓ નીતિકુશળ નથી. કારણ કે એમ તો “દેવદત્ત સાદડી કરે છે. આવા વાક્યમાં પણ કર્તા-કર્મભૂત દેવદત્ત અને સાદડીનો અભેદ થઈ જવારૂપ અતિપ્રસંગ આવશે.
શંકા - એમાં તો દેવદત્ત અને કટ એવા છે જે પ્રકૃતિપદ છે એ જ જુદા હોવાથી એના વાચ્ય અર્થનો ભેદ સ્પષ્ટ જ છે.
સમાધાન - જેમ પ્રકૃતિપદના ભેદે અર્થભેદ હોય છે, એમ પ્રત્યયપદના ભેદે પણ અર્થભેદ હોય જ છે. એટલે કર્તા-કર્મરૂપ કારકભેદે અર્થભેદ થાય જ. જો પ્રત્યયભેદ હોવા છતાં અર્થભેદ માનવાનો ન હોય તો (અર્થાત્ પ્રત્યય બદલાયા છતાં અર્થ બદલાતો ન હોય તો ધટ: યિતે ના સ્થાને ૮ જિયતે નો પ્રયોગ કે ધર્ટ કરોતિ ના સ્થાને પર: રોતિ નો પ્રયોગ પણ સાધુપ્રયોગ બની જાય, કારણ કે વિભક્તિ પ્રથમ હો યા દ્વિતીયા... અર્થ એક જ રહેવાનો છે.
તથા લિંગભેદે શબ્દનય જે અર્થભેદ માને છે એમાં પુણતારા વગેરે ઉદાહરણ છે. આમાં પુણ: એ પુલ્લિંગશબ્દ છે, તારા એ સ્ત્રીલિંગ શબ્દ છે. માટે એ બન્નેનો અર્થ એક ન હોઈ શકે. અહીં લિંગભેદ હોવા છતાં નક્ષત્રરૂપ એક જ અર્થ જેઓ માને છે તેઓ તત્ત્વના જાણકાર નથી, કારણ કે તો પછી તો પર અને વટ એ બન્નેનો અર્થ પણ એક જ માનવો પડે. કારણ કે લિંગભેદ તો સમાન રીતે છે જ. “અહીં તો પદ અને ટિ એ પ્રકૃતિપદો ભિન્ન હોવાથી જ અર્થભેદ છે” એવી શંકા આગળની