________________
६५
wો શ્રમ:' વનવિમર્શ 'कृष्णो भ्रमरः' इति वचनेनोद्भूतकृष्णस्यैव विधानं, उद्भूतशुक्लादीनामेव च निषेधः, 'भ्रमरो नैव शुक्लः' इति वचनेन चोद्भूतशुक्लवर्णस्यैव निषेधः, ततश्च काऽनुपपत्ति:? का वोक्तનિયમમા૫ત્તિઃ ?
ननु 'भ्रमरो बादरस्कन्धतया पञ्चवर्णो भवति' इति जानान आगमज्ञो यदि 'कृष्णो भ्रमरः' इति वक्ति, तदा तस्य तद्वाक्यस्यासत्यत्वापत्तिरिति चेत् ? न, लोकव्यवहारानुकूलविवक्षाप्रयुक्तत्वेन भावसत्यत्वात् । आगमानुसन्धानवेलायां तु स 'पञ्चवर्णो भ्रमरः' इत्येव वक्ति, तदपि वाक्यं सत्यमेव, केवलं निश्चयतः, न तु व्यवहारतः, लोकव्यवहाराननुकूलत्वात् । परंतु यदि कश्चित् 'पीतो भ्रमरः' इत्येवं वक्ति, तदा तद्वाक्यं न व्यवहारतो भावसत्यं, भ्रमर उद्भूतपीतवर्णाभावेन लोकव्यवहाराननुकूलत्वात्, नापि निश्चयतः, विद्यमानानामपि शुक्लवर्णादीनां एकविशेषविधिनिषेधौ...इत्यादिन्यायेन निषेधकत्वादित्यसत्यमेव तद् ज्ञेयम् ।
જ. તેથી “કૃષ્ણોભ્રમર:' એવા વચનથી ઉભૂતકૃષ્ણનું જ વિધાન થાય છે, અને ઉદ્ભૂતશુક્લાદિનોં જ નિષેધ થાય છે. એમ, “ભમરો સફેદ નથી જ હોતો' એવા વચનથી ઉદ્ભૂતશુક્લનો જ નિષેધ થાય છે. પછી શું અસંગતિ છે ? કે શું કહેલા નિયમનો ભંગ થવાની આપત્તિ છે ? આ શંકા - “ભમરો બાદરસ્કંધરૂપ હોવાથી પાંચવર્ણવાળો હોય છે' આ વાત આગમનો જાણકાર જાણતો હોય છે. એટલે એ જો “કૃષ્ણો ભ્રમર:” એમ બોલે તો એનું એ વાક્ય અસત્ય બની જશે. . • સમાધાન - ના, કારણ કે લોકવ્યવહારને અનુકૂળ વિવક્ષાથી બોલાયેલ હોવાથી
આ વાક્ય ભાવસત્યરૂપ છે અને જ્યારે આગમનું અનુસંધાન હોય છે ત્યારે તો એ પણ ‘પંચવર્ણો ભ્રમર:' એમ જ કહે છે. એ વાક્ય પણ સત્ય જ છે, હા, નિશ્ચયથી, નહીં કે વ્યવહારથી, કારણ કે લોકવ્યવહારને અનુસરનાર નથી. પરંતુ જો કોઈ પીતો ભ્રમર:” એમ કહે તો એ વાક્ય વ્યવહારથી ભાવસત્ય નથી, કારણ કે ભમરામાં ઉદ્ભુત પીળો વર્ણ ન હોવાથી આવો વાક્યપ્રયોગ લોકવ્યવહારને અનુકૂળ નથી (અર્થાત્ એ લોકને નજરમાં રાખીને બોલાયેલ નથી). વળી એ નિશ્ચયથી પણ ભાવસત્ય નથી, કારણ કે વિદ્યમાન એવા પણ શુક્લાદિ વર્ણનો, એ “એકવિશેષના વિધિ-નિષેધ તદન્યના નિષેધવિધિમાં પરિણમે છે' એ ન્યાયે નિષેધ કરનાર હોવાથી આગમને નજરમાં રાખીને પણ બોલાયેલ નથી. માટે એ અસત્ય જ જાણવો.