________________
૪૬
नयविंशिका -४
तस्य मुख्यं प्रस्थकमुपचरितं वा ? इत्यादयोऽनेके प्रश्नाः समुत्थिताः । तदुत्तरे च नैगमस्यो - र्ध्वतासामान्यं विषय इति स्फुरितम् । ततश्चात्र तत्रोक्तानामनेकेषां शास्त्रवचनानामुपपत्तिरपि निःशङ्कं प्रतीता । नमस्कारनिर्युक्तौ या नपस्कारस्यानुत्पन्नत्वोक्तिस्तस्यास्तु तस्य तद्विषयत्वं सुतरां सिध्यत्येवेति हृदयमानन्देनापूर्वेण कथं न भ्रियेत ? एषा सिद्धिस्तद्विषयिणः समुत्तिष्ठन्तः प्रश्नाश्च यथास्थानं प्रपञ्चिता एवेति ध्येयम् ।
एवमेवान्येष्वपि मे स्फुरितेषु ज्ञेयमिति विदुषां चरणे विज्ञप्तिः । केचित्प्रचलिता:शास्त्राधिकाराः साक्षात् शब्दतो मत्स्फुरितादन्यत्प्रकारं किञ्चिन्निरूपयन्ति, तथाप्यन्यः कोऽपि शास्त्राधिकारः सूक्ष्मेक्षिकया पर्यालोच्यमानः सन् मत्स्फुरितं समर्थयतीति मया भूयो भूयः प्रतीतमिति । अतोऽपूर्वतया प्रतीयमानमपि मन्निरूपणं प्रायो न शास्त्रतात्पर्यातीतमिति श्रद्धातुमर्हन्ति सुजनाः ।
अथ नयोपदेशगतोऽधिकारः पुनरनुसन्धीयते तत्र पूर्वोक्ताधिकारानन्तरमेवमुपसंहारा
નૈગમને જે પ્રસ્થક તરીકે માન્ય છે તે મુખ્ય પ્રસ્થક તરીકે કે ઉપચરિત પ્રસ્થક તરીકે ? વગેરે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. એના જવાબ શોધવાની અનુપ્રેક્ષામાં એવી સ્ફુરણા થઈ કે નૈગમનયનો વિષય ઊર્ધ્વતાસામાન્ય હોવો જોઈએ. પછી તો આ સ્ફુરણાને અનુસારે નૈગમનય અંગે મળતા અનેક શાસ્ત્રવચનોની નિઃશંક સંગતિ પણ થતી ભાસી. તથા, યોગાનુયોગ નમસ્કારનિર્યુક્તિમાં ‘નમસ્કાર અનુત્પન્ન છે' એવું જે વચન મળ્યું, તેના પરથી તેનું=નૈગમનયનું તદ્વિષયત્વ=ઊર્ધ્વતાસામાન્યવિષયત્વ નિર્વિવાદ સિદ્ધ થાય જ છે, પછી હૃદય અપૂર્વ આનંદથી કેમ ભરાઈ ન જાય ? આ કઈ રીતે સિદ્ધ થાય છે તે તથા એ અંગે ઊઠતા પ્રશ્નો વગેરે પણ યોગ્યસ્થાને આગળ વિચારેલા છે, એ ખ્યાલમાં લેવું. ‘આ જ રીતે મારી બીજી સ્ફુરણાઓ અંગે પણ જાણવું' એવી વિદ્વ૨ણોમાં વિનંતી છે. કેટલાક પ્રચલિત શાસ્રવચનો સાક્ષાત્ શબ્દો દ્વારા, મારી સ્ફુરણા કરતાં કંઈક અલગ પ્રકારનું નિરૂપણ કરતા હોય છે, છતાં પણ બીજો કોઈ શાસ્ત્રાધિકા૨ જ્યારે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં આવે છે ત્યારે મારી સ્ફુરણાનું સમર્થન કરતા હોય છે એવું મેં વારંવાર અનુભવ્યું છે. તેથી અપૂર્વરૂપે પ્રતીત થતું પણ મારું નિરૂપણ પ્રાયઃ શાસ્રતાત્પર્યથી પર હોતું નથી એવી શ્રદ્ધા કરવી એ સજ્જનોને યોગ્ય છે.
હવે, નયોપદેશનો પૂર્વે જે અધિકાર કહેલો પૂર્વોક્ત અધિકાર પછી તરત જ ઉપસંહાર વગેરે આ
એને ફરીથી યાદ કરીએ. ત્યાં પ્રમાણે જોવા મળે છે-“આમ,